________________
શ્રી હેમચન્દ્રસૂરિ
૬
રા
*
ચં, શ.
૧ સ્.બુ.
(
૧૦
( ૧૨ શુ.
૯ મું.
આચાર્યપદ પર સ્થાપન થતાં સોમચન્દ્રનું “હેમચન્દ્રસૂરિ' એ નામ સ્થાપવામાં આવ્યું. પોતાના આચાર્ય પદ પ્રસંગે જ હેમચન્દ્ર પોતાની માતા જે સાધ્વી થયેલ હતી તેણીને પ્રવર્તિની પદ અપાવ્યું અને તેને સિંહાસન ઉપર બેસવાની પણ ગુરુ પાસે સંઘ સમક્ષ આજ્ઞા અપાવી હતી.
હેમચન્દ્રસૂરિએ તે પછી ખંભાતથી પાટણ તરફ વિહાર કર્યો, તે સમયે પાટણના રાજયાસન ઉપર સિદ્ધરાજ હતો, રાજા સિદ્ધરાજની. હેમચન્દ્રની સાથે પહેલી મુલાકાત બજારમાં થઈ, હેમચન્દ્ર સેનાના સંમથી એક દુકાન ઉપર ઉભા હતા. ત્યાં રાજાની નજર પડી, રાજાએ હાથીને રોક્યો અને કંઈક અવસરોચિત સુભાષિત બોલવા હેમચન્દ્રને સંકેત કર્યો, આચાર્યે સ્તુતિગર્ભિત એક શ્લોક કહ્યો. જે સાંભળી રાજાને ઘણી જ પ્રસન્નતા થઈ અને હંમેશાં બપોરના પોતાની પાસે આવવાની આચાર્યને પ્રાર્થના કરી, સિદ્ધરાજને હેમચન્દ્રનાં એવા શુભ સમયમાં દર્શન થયાં હતાં કે તે પછી તેણે માલવા ઉપર ચઢાઈ કરીને જીત મેળવી હતી. આ લડાઈમાં ધારાનગરીમાંથી જે ચીજો મળી હતી, તેમાં ભોજરાજાનો પુસ્તક ભંડાર પણ સામેલ હતો રાજાને અધિકારીઓએ માલવાનો ભંડાર બતાવ્યો તેમાં ભોજકૃત વ્યાકરણ, અલંકાર, તર્ક, વૈદ્યક, જયોતિષ, રાજનીતિ, વાસ્તુશાસ્ત્ર, ગણિત, શાકુન, અધ્યાત્મ, સ્વપ્ન, સામુદ્રિક, નિમિત્ત, આર્ય સદ્ભાવવિવરણ, અર્થશાસ્ત્ર, મેઘમાલા, પ્રશ્નચૂડામણિ આદિ પુસ્તક સંગ્રહ જોઈને રાજાએ પોતાને ત્યાં પણ ભંડાર કરાવવા અને વ્યાકરણ શાસ્ત્ર આદિના નવા ગ્રંથો બનાવરાવીને ફેલાવવા વિચાર કર્યો, તેણે કહ્યું. ગુજરાતમાં કોઈ એવો પંડિત નથી કે જે વ્યાકરણશાસ્ત્ર વિગેરેની રચના કરીને ગુજરાતનું મુખ ઉજવળ બનાવે ?' રાજાના આ પ્રશ્ન ઉપરથી વિદ્વાનોનું લક્ષ્ય હેમચન્દ્ર ઉપર ગયું અને તેઓએ તે જ વખતે આ કાર્ય માટે હેમચન્દ્રની યોગ્યતાની ખાતરી આપી, આથી રાજાએ આચાર્ય હેમચન્દ્રને નવીન વ્યાકરણ વિગેરેના નિર્માણ માટે પ્રાર્થના કરી અને ઉપયોગી સર્વ સામગ્રી એકત્ર કરીને આચાર્યને સગવડ કરી આપી, હેમચન્દ્રની પણ ઇચ્છા કોઈ નવીન વ્યાકરણ ગ્રન્થ બનાવવાની હતી, કેમકે તે વખતે જે “કલ્પ' નામના વ્યાકરણ ગ્રન્થનો અભ્યાસ કરવામાં આવતો હતો તેથી સંપૂર્ણ વ્યુત્પત્તિ નહોતી થતી, અને પાણિનીના વ્યાકરણનું અધ્યયન કરતાં બ્રાહ્મણોને અભિમાને ચઢાવવા પડતા હતા. આ કારણે રાજાની પ્રાર્થના હેમચન્દ્રના કર્તવ્યની સૂચના માત્ર જ હતી, તેમણે મનોયોગપૂર્વક અનેક વ્યાકરણ ગ્રન્થો એકત્ર કર્યા ને તેનું અનુશીલન કરીને “સિદ્ધહેમ શબ્દાનુશાસન' નામનું અભિનવ વ્યાકરણશાસ્ત્ર રચ્યું. લઘુવૃત્તિ,