________________
48
શ્રી પ્રભાવકચરિત્ર
૮૨૬ ની આસપાસના સમયમાં થયા જણાવ્યા છે. આ હિસાબે એમનો સમય વિ. સં. ૩૫૬ ની આસપાસમાં આવે છે.
અંચલગચ્છની બૃહત્પટ્ટાવલીમાં એમને વૃદ્ધ ભોજના સમસામયિક જણાવીને વિ. સં. ૨૮૮માં ઉજ્જયિનીમાં સ્વર્ગવાસી થયા જણાવ્યા છે. આ
ઉપર પ્રમાણે પટ્ટાવલિઓના મતથી માનતુંગસૂરિ વિક્રમની ત્રીજી અથવા ચોથી સદીમાં થયાનું સિદ્ધ થાય છે, ત્યારે પ્રસ્તુત નિબન્ધમાં લખ્યા પ્રમાણે એમનો સમય વિક્રમનો સાતમો સૈકો સિદ્ધ થાય છે. આમ એ આચાર્યના અસ્તિત્વ સમય વિષે ૩૦૦-૩૫૦ વર્ષની ભૂલ જણાઈ આવે છે.
૧૫મા પટ્ટધર પ્રસિદ્ધ આર્યવજનો સ્વર્ગવાસ વી. સં. ૫૮૪ (વિ. સં. ૧૧૪)માં થયો હતો. તો ૨૧ મા પટ્ટધર માનતુંગસૂરિનો સમય પણ વિક્રમની ત્રીજી અથવા ચોથી સદી પછીનો તો નહિ જ સંભવે. ત્યારે હવે પ્રશ્ન એ થાય છે કે જો માનતુંગસૂરિ ૨૧મા પટ્ટધર જ હોય તો તે શ્રીહર્ષ અને તેના સભાપંડિત મયૂર અને બાણના સમસામયિક કેવી રીતે થઈ શકે ? આ શંકાનું સમાધાન એ છે કે ૨૧ મા પટ્ટધર માનતુંગસૂરિ અને પ્રસ્તુત પ્રબન્ધવર્ણિત માનતુંગસૂરિ એક નહિ પણ ભિન્ન ભિન્ન વ્યક્તિઓ હશે એમ જણાય છે. આ બંનેને ભિન્ન ભિન્ન માનવાનું કારણ સમયભિન્નતા તો છે જ. પણ એ સિવાય બીજાં પણ આન્તર કારણો પ્રબન્ધમાંથી મળી આવે છે. તે આ કે ૨૧ મા પટ્ટધર માનતુંગસૂરિ માનદેવસૂરિના પટ્ટધર શિષ્ય અને વીરાચાર્યના પટ્ટગુરૂ હોવાનું પટ્ટાવલિઓમાં વર્ણન છે. ત્યારે આ પ્રસ્તુત માનતુંગસૂરિને જિનસિંહસૂરિના પટ્ટધર શિષ્ય અને ગુણાકરસૂરિના પટ્ટગુરૂ જણાવ્યા છે. આથી પણ જણાય છે કે પટ્ટાવલિઓવાળા માનતુંગ અને પ્રસ્તુત પ્રબન્ધવાળા માનતુંગ એક નહિ પણ જુદા જુદા છે. પટ્ટાવલિવાળા માનતુંગની સાથે મયૂર-બાણવાળી હકીકત જોડીને પટ્ટાવલિ લેખકોએ આ બંને આચાર્યોને એક માની લેવાની એક સ્પષ્ટ ભૂલ કરી છે.
પ્રબન્ધવર્ણિત માનતુંગના દિગમ્બરાવસ્થાના ગુરૂના ‘ચારકીર્તિ અને એમના પોતાના “મહાકર્તિ આ નામો ઉપરથી પણ એઓ છઠ્ઠી-સાતમી સદીના હોવાનું જ સિદ્ધ થાય છે, કારણ કે દિગમ્બર સંપ્રદાયમાં આવાં નામો બહુ પ્રાચીન કાળમાં અપાતાં ન હતાં.
૨ ૧૩. શ્રી માનદેવસૂરિ
માનદેવ સૂરિનો જન્મ મારવાડમાં નાડોલનગરમાં થયો હતો. એમના પિતાનું નામ ધનેશ્વર શેઠ અને માતાનું નામ ધારણી હતું.
એ જ સમયમાં સપ્તશતી દેશમાં કોરંટક (શિવગંજની પાસેનું આજકાલનું કોરટા) નામનું નગર હતું અને ત્યાં મહાવીરનું મંદિર હતું જેનો કારભાર ઉપાધ્યાય દેવચન્દ્રના અધિકારમાં હતો.
સર્વદેવસૂરિ નામના આચાર્ય વિહાર કરતા એકવાર કોરંટક તરફ ગયા અને ઉપાધ્યાય દેવચન્દ્રને ચૈત્યનો