________________
શ્રી પ્રભાવકચરિત્ર
સૂરપાલનો પરિચય આચાર્ય સિદ્ધસેને પૂછ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે હું પંચાલ દેશના બપ્પનો પુત્ર છું. આ ઉપરથી બપ્પભિટ્ટની જન્મભૂમિ પંચાલદેશ (કુરૂક્ષેત્રથી પૂર્વનો પ્રદેશ) હોવાની કલ્પના થઈ શકે, પણ વાસ્તવમાં તેમ જણાતું નથી. એમનાં માતાપિતા જે ગામમાં રહેતાં હતાં તે ગામ પાલનપુર બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા ગામની પાસેનું ડુવા છે. તેથી બપ્પભટ્ટિનું જન્મસ્થાન પણ એ જ ગામ હોવાનો સંભવ છે. એમની જાતિ પાંચાલ હોય અને તેથી સૂરપાલે (બપ્પભટ્ટિનું ગૃહસ્થાવસ્થાનું નામ) પિતાને પંચાલદેશ્ય કહ્યા હોય તો સંભવિત છે. આજે પણ ગુજરાતમાં કેટલાક લોકો પોતાને ‘પાંચાલ' એ જાતિગત નામથી ઓળખાવે છે. ‘સૂરપાલ’ એ નામ અને શત્રુઓનો નાશ કરવાની હકીકત ઉપરથી બપ્પભટ્ટ પાંચાલ જાતિના રાજપૂત હતા એમ જણાઈ આવે છે.
44
બપ્પભટ્ટિના ગુરૂ સિદ્ધસેનસૂરિ મોઢગચ્છના પ્રમુખ આચાર્ય હતા. એમનાં ગચ્છનાં ચૈત્યો પાટલા (શંખેશ્વર પાસે પાડલા) મોઢેરા અને પાટણ વગેરેમાં હતાં. આમરાજ પોતે પોતાને કનોજના મૌર્યવંશી રાજા યશોવર્માના પુત્ર તરીકે ઓળખાવે છે અને પોતાની માતાનું નામ તે ‘સુયશા’ જણાવે છે. આ વૃત્તાન્ત વિદ્વાનોએ પરીક્ષાની કસોટીએ ચઢાવીને તપાસવું જોઈએ છે, કેમકે તે સમયથી કંઈક પૂર્વકાલમાં કનોજમાં મૌખરીવંશનું રાજ્ય હતું તો આમના પિતાના સમયમાં (સં. ૭૯૭ પછી) ત્યાં મૌર્યવંશનું રાજ્ય થયું હતું એમાં કંઈ પ્રમાણ છે ?
પ્રબંધકારના કહેવા પ્રમાણે તે વખતે આમના પિતા યશોવર્મા કનોજના રાજ્યાસન ઉપર વિદ્યમાન હતા, પણ વર્તમાન ઈતિહાસ ઉપરથી જણાય છે કે કનોજનો યશોવર્મા વિ. સં. ૭૯૭ માં જ કાશ્મીરના રાજા લલિતાદિત્યના હાથે મરણ પામ્યો હતો. તો શું આ મૌખરી યશોવર્મા પછી પ્રસ્તુત આમનો પિતા મૌર્ય યશોવર્મા તો કનોજનો રાજા ન થયો હોય ? કારણ કે પ્રસિદ્ધ મૌખરી યશોવર્માનું મૃત્યુ લલિતાદિત્ય સાથેની લડાઈમાં થયાનું જણાવવામાં આવે છે જ્યારે આમના પિતા યશોવર્માનું મરણ સ્વાભાવિક રોગથી થાય છે. આમનો ગવાલિયર (માલવા) ઉપર પણ અધિકાર હોવાનું જણાય છે તેથી આ અનુમાન થાય છે કે આમનો પિતા યશોવર્મા પ્રથમ ગવાલિયર તરફનો મૌર્યવંશી રાજા હોય અને મૌખરી યશોવર્મા પછી કનોજનો પણ તે રાજા થયો હોય તો નવાઈ જેવું નથી. ગૌડદેશનો રાજા ધર્મ આમરાજાનો પ્રતિસ્પર્ધી હોવાનું વર્ણન પ્રબન્ધમાં આવે છે અને પાછળથી આ બંને રાજાઓને આપસમાં સંધિ થયાનું પણ પ્રબન્ધ ઉપરથી સિદ્ધ થાય છે. આ ધર્મરાજાના વંશ વિષે કંઈ પણ ઉલ્લેખ નથી; પણ એમ જણાવ્યું છે કે એ ગૌડ દેશનો રાજા હતો અને એની રાજધાનીનું નામ ‘લક્ષણાવતી’ હતું, આ ધર્મ કોણ ? તે આપણે જાણતા નથી, ગૌડદેશમાં પાલવંશનો ૪ થો રાજા ‘ધર્મપાલ’ નામનો થઈ ગયો છે ખરો; પણ તેને આ ‘ધર્મ' માની લેવો ઠીક નથી, કારણ એક તો આનો સત્તા સમય ઠીક બેસતો નથી, જનરલ કનીંગહામના મત પ્રમાણે ધર્મપાલનો સમય વિ. સં. ૮૮૭ થી ૯૦૫ સુધીમાં હતો અને રાજેન્દ્રલાલમિત્રની ગણના પ્રમાણે એનો શાસન કાલ વિ. સં. ૯૩૨ થી ૯૫૨ સુધીમાં હતો, જ્યારે આમના વિરોધી ધર્મનો રાજત્વકાલ વિક્રમની નવમી સદીના પૂર્વાર્ધમાં આવે છે, વળી પાલવંશી રાજાઓની રાજધાની ‘ઓદંતપુરી’ હતી. ત્યારે આ ધર્મની રાજધાની લક્ષણાવતી હતી એમ પ્રબંધમાં જણાવ્યું છે. આ પ્રમાણે સમય અને સ્થાન ભિન્ન હોવાથી આ ધર્મ પ્રસિદ્ધ ધર્મપાલનો પૂર્વવર્તી બીજો ધર્મ હોય એમ લાગે છે.
પ્રબન્ધમાં વાક્પતિરાજની બાબતમાં પ્રબન્ધકારે એક નવી હકીકત જણાવી છે, તે આ કે ‘ગૌડવહો’ કાવ્યનો પ્રસિદ્ધ કવિ વાતિરાજ યશોવર્માનો આશ્રિત નહીં પણ ગોડદેશના રાજા ધર્મનો ગ્રાસભોગી વિદ્વાન હતો, પણ
1