________________
શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર
197
“ખંજે સૌનાતો થઈ પડ્યે વીવંથન યઃ |
आदृतः साधयन् विश्वं क्षण क्षण विनश्वरम् ॥ १ ॥ જુઓ, ક્ષણે ક્ષણે વિનાશ પામતા વિશ્વને સાધનાર એવા જે ધર્મનો આદરપૂર્વક મેં વાંચેયમે-આચાર્યે સ્વીકાર કર્યો, તે બૌદ્ધ ધર્મ તમને સુખ આપનાર થાઓ.’
એટલે સુજ્ઞ શિરોમણિ શ્વેતાંબરાચાર્ય શ્રી બપ્પભષ્ટિએ પોતાના પક્ષના ભૂપાલને આશિષ આપતાં જણાવ્યું
__ "अर्हन् शर्मोन्नतिं देयान्नित्यानन्दपदस्थितः ।
થવા વિનિતા મિથ્થા-વાવા વક્તમાનન:” | ૨ | * નિત્ય આનંદના સ્થાનમાં રહેલા એવા શ્રી અરિહંત તમને ઉત્તરોત્તર સુખ આપો કે જેની વાણીએ એકાંતમતના મિથ્યાવાદ જીતી લીધા છે.”
એ પ્રમાણે બંનેના આશીર્વાદના શ્લોકો સાંભળતાં સભાસદો તેના પર વિચાર કરવા લાગ્યા–‘વાદીઓએ આ સૌગત ધર્મનો સ્વીકાર કર્યો છે અને એની વાણી માન્ય કરી છે. સામે બૌદ્ધાચાર્ય જગતને ક્ષણભંગુર કહી બતાવ્યું. સૌગતના આ વચનથી જ અનુમાન થાય છે કે સરસ્વતી સત્યવાદિની છે.' વળી આમ રાજાના પક્ષકારવાદીઓ વિચારવા લાગ્યા કે–નિત્યાનંદ પદની લક્ષ્મી આપનાર દેવ એકાંતનો નિષેધ કરનાર હોય, એમ શ્વેતાંબર આચાર્યની વાણી મિથ્યાવાદને જીતનારી છે, માટે એનો જય થયો.' એમ પોતપોતાના વિચાર પ્રમાણે નિશ્ચય કરીને સભાસદો મૌન ધારણ કરી રહ્યા.
એવામાં કસ્તૂરી હાથમાં લઈને બૌદ્ધાચાર્ય કહેવા લાગ્યો કે “ણુ તૂરી ૩૫ર' એટલે—કસ્તૂરી ઉપકાર કરે છે. એમ તે પ્રાકૃતમાં બોલ્યો. ત્યારે આચાર્યે કહ્યું કે–એ તો ધોબીને ઉપકારી થાય, એમ સમજી લ્યો.”
એ પ્રમાણે પ્રશ્નના સંકેતથી ઉત્તર આપતાં આચાર્યે તેને નિરૂત્તર કર્યો, ત્યારે રક્તાંબર બુદ્ધાચાર્યે સર્વની અનુમતિથી પોતાનો પક્ષ સ્થાપ્યો. એટલે જૈનાચાર્યે સર્વવાદમાં તત્પર રહીને તેના પક્ષને દૂષિત કરનારાં પ્રમાણો કહી બતાવ્યા. એમ ઉત્તરોત્તર ઉક્તિ પ્રયુક્તિની રીતથી વાદ કરતાં તેમને છ મહિના વ્યતીત થઈ ગયા, છતાં કોઈનો જય કે પરાજય થયો નહિ.
એવામાં એકવાર આમ રાજાએ આચાર્ય મહારાજને નિવેદન કર્યું કે– સ્વામિન્ ! રાજકાર્યોમાં વિઘ્ન કરનાર આ વાદ ક્યારે પૂરો થશે ?
ત્યારે આચાર્ય બોલ્યા કે હે રાજન ! આ તો તમને વિનોદ પમાડવા માટે વાગ્વિનોદ માત્ર કરતા હતા, અને એથી તમને વિનોદ થાય, એમ સમજીને અમે આટલું લંબાણ કર્યું. હે રાજનું ! આથી જો તમને બાધા થઈ હોય, તો પ્રભાતે જુઓ : પોતાને વિદ્વાનું માનનાર એ ભિક્ષુકનો હું નિગ્રહ-જય કરીશ.' '
પછી પૂર્વે ગુરુએ આપેલ મંત્રનો જાપ કરતાં મધ્યરાત્રે સ્વર્ગ ગંગામાં એકાંતે સ્નાન કરતી સરસ્વતી દેવી તેવીને તેવી સ્થિતિમાં આવીને ઉભી રહી. અહો ! મંત્રનો પ્રભાવ તો જુઓ કે જ્યાં દેવી પણ પોતાનું ભાન ભૂલી ગઈ, ત્યાં વસ્ત્રરહિત દેવીને તેમણે એકવાર સહેજ જોઈ કે તરત જ સૂર્ય થકી જેમ માણસ મુખ ફેરવી