________________
શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર
121
બાળકને બાળક્રીડાને માટે અવકાશ આપવો જોઈએ. એટલે શિશુસ્વામીના એ સત્ય વચનથી તે શ્રાવકો સંતુષ્ટ થયા.
એક દિવસે પ્રૌઢ સાધુઓ બધા વિહાર કરી ચાલ્યા ગયા ત્યારે બાળસૂરિ એક નિર્જન શેરીમાં ગયા અને જતા ગાડાઓ પર તે કુદકા મારવાની રમત કરવા લાગ્યા, તેવામાં દૂર દેશથી આવેલા પરવાદીઓએ તેમને જોયા. એટલે તેમને પણ પ્રથમની જેમ ગુરુએ ઉપાશ્રય બતાવ્યો. પછી શ્રમિત થયેલા તે જેટલામાં વિલંબ કરીને ત્યાં આવ્યા તેટલામાં બાળસૂરિ વસ્ત્ર ઓઢીને સિંહાસન પર સુઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં તેમણે પ્રભાત સમયને સુચવનાર કુકડાના જેવો અવાજ કર્યો. એટલે આચાર્ય માર્જરના જેવો અવાજ કર્યો પછી તે પરવાદીઓને આવવા માટે દ્વાર ઉઘાડીને ગુરુ સિંહાસન પર બેઠા. તેમની અદ્ભુત આકૃતિ જોતાં તે બધા આશ્ચર્ય ચકિત થઈ ગયા. પછી તર્કશક્તિથી જીતાયેલા તેમણે એક ગાથાથી ગુરુને જીતવાની ઇચ્છાથી એક - દુર્ઘટ પ્રશ્ન કરતાં જણાવ્યું કે —
“પત્નિત્તય હતું. સત્ન હિમંન્ને મમતેT |
વિઠ્ઠો સુમો વ વવ . ચંદ્રપરિમલયત્નો પી” ? એટલે પાદલિપ્તસૂરિએ પણ તરત જ ગાથાથી તેમને ઉત્તર આપ્યો, કારણકે પ્રજ્ઞાથી બળંવત બનેલા પુરુષો વિલંબ શા માટે કરે ?
"अयसाभिओग अभिदूमियस्स । पुरिसस्स सुद्धहिययस्स ॥
होइ वहंतस्स फुडं । चंदणरससीयलो अग्गी" ॥ १ ॥ આચાર્ય મહારાજના એ ઉત્તરથી પોતે જીતાયા છતાં તે વાદીઓ પ્રમોદ પામ્યા, કારણ કે સજ્જનોના હાથે થયેલ પરાભવ – પરાજય પણ મહિમાના સ્થાનરૂપ હોય છે.
પછી સદ્દગુણોથી પ્રમુદિત થયેલ શ્રી સંઘે વિનંતિ કરતાં શ્રી પાદલિપ્તગુરુએ શત્રુંજય તીર્થની યાત્રા કરી; ત્યાંથી માનખેતપુરમાં આવતાં કૃષ્ણ રાજાએ ગુરુ મહારાજની ભક્તિથી અર્ચા કરી. ત્યાં પ્રાંશુપુરથી શ્રી રૂદ્રદેવસૂરિ આવ્યા કે જે યોનિપ્રાભૃત શ્રુતતત્ત્વના જ્ઞાતા હતા. એક દિવસે તેમણે પોતાના શિષ્યોની આગળ તે શાસ્ત્રમાંથી પાપ-સંતાપને સાધનાર મત્સ્યોત્પત્તિની વ્યાખ્યા કહી બતાવી, જે વ્યાખ્યા એક ધીવર (મચ્છીમારે) ભીંતને આંતરે રહીને બરાબર સાંભળી લીધી. એવામાં સમસ્ત લોકોને ભયંકર એવો દુષ્કાળ પડ્યો જેથી મસ્યોની ઉત્પત્તિ બંધ થઈ એટલે તે ધીવરે પૂર્વે સાંભળેલ મૃતપ્રયોગથી ઘણા મસ્યો બનાવીને તેણે પોતાના બંધુઓને જીવાડ્યા.
એક દિવસે આચાર્યના ઉપકારથી રંજિત થયેલ પેલો ધીવર પ્રમોદથી ત્યાં આવ્યો અને ભક્તિથી ગુરુને નમસ્કાર કરીને કહેવા લાગ્યો કે – “હે પ્રભુ! તમે કહેલ યોગથી મેં મલ્યો બનાવ્યા અને દુષ્કાળમાં તે ખાઈને કુટુંબનો નિર્વાહ ચલાવ્યો.
એમ સાંભળતાં આચાર્ય પશ્ચાત્તાપ કરવા લાગ્યા કે – “અહા ! આ મેં શું કર્યું કે હિંસાના ઉપદેશથી મેં પાપ ઉપાર્જન કર્યું? આ ધીવર હવે જીવતાં સુધી જીવવધથી ભારે પાપ ઉપાર્જન કરશે, માટે હવે એવો કંઈ ઉપાય કરું કે જેથી એ પોતે પાપને તજી દે.' એમ ધારીને આચાર્ય બોલ્યા કે – “હે ભદ્ર ! રત્નો બનાવવાનો