________________
શ્રમણ ભગવાન મહાવીર
જૈન દર્શનની વિશાળતા સાથે વ્યવહારમર્યાદા
જૈન દર્શન એ સંકુચિત દર્શન નથી, એ દર્શનની ઉદારતા અવર્ણનીય છે. જૈન દર્શનમાં સ્વલિંગમાં, અન્યલિંગમાં, તેમ જ ગૃહિલિંગમાં પણ મુક્તિ સ્વીકારવામાં આવેલ છે. શરીરને આકાર સ્ત્રીને હેય, (કૃત્રિમ) નપુંસકને હોય, કિંવા પુરુષને હાય, પણ શરીરના આકારમાં મુકિતને પ્રતિબંધ જેન દર્શનમાં અમાન્ય છે, એમ છતાં વ્યવહારમાર્ગની વ્યવસ્થા તેમજ બાલવર્ગને માટે આત્મકલ્યાણના મંગલ પ્રસંગનું લક્ષ્ય રાખી બાહ્ય કે અંતરદષ્ટિએ જ્યાં જ્યાં મેક્ષના વિશુદ્ધમાર્ગથી વિપર્યાસ જાણવામાં આવે ત્યાં ત્યાં મન, વાણી. કાયાથી દૂર રહેવાની શાસ્ત્રકાર ભગવંતની એટલી જ જોરદાર ભલામણ છે. આ બાબત ધ્યાનમાં રાખીને જ “હું તમારા ત્રિદંડિક વેષને વંદન નથી કરતે, પણ તમે ભાવિકાલે વશમાં તીર્થકર થનારા છે-એ કારણે વંદન કરૂં છું –એમ ભરત મહારાજાએ મરિચિ પાસે સ્પષ્ટતા કરેલ છે.