________________
Tી
warnarinn ar
મહાનુભાવ મરિચિ યાને ભગવાન મહાવીર પ્રભુને ત્રીજો ભવ (ચાલુ)
આ પ્રમાણે વંદન ર્યા પછી વંદનના હેતુની સ્પષ્ટતા કરીને મરિચિને પ્રાપ્ત થનાર તીર્થંકર પદની વારંવાર અનુમોદના કરતાં ભરત મહારાજા પોતાના સ્થાને ગયા.
મરિચિએ કરેલો કુલમદ ભરત મહારાજા પાસેથી મરિચિએ પિતાના ભાવિકાળે પ્રાપ્ત થનારા ઉત્તમ લાભેની હકીકત શ્રવણ કર્યા બાદ ત્રિદંડિક મરિચિના મનમંદિરમાં અહંભાવનું તેફાન શરૂ થયું. “હું વાસુદેવ થવાન, હું ચક્રવર્તી થવાનો અને હું તીર્થકર પણ થવાને. ખરેખર ! મારા જેવો બીજો મહાન આત્મા આ જગતમાં કેણ છે? તીર્થકરમાં પહેલો નંબર મારા દાદાને, ચકવર્તઓમાં પ્રથમ નંબર મારા પિતાને અને વાસુદેવમાં પ્રથમ નંબર મારે. અહો! મારું કુલ કેટલું ઉત્તમ છે?”
आद्योऽहं वासुदेवानां पिता मे चक्रवर्तिनाम् । पितामहो जिनेन्द्राणां ममाहो! उत्तमं कुलम् ॥
આવા અહંભાવના વાક્ય મરિચિ વારંવાર બોલવા લાગ્યા. એટલું જ નહિં, પરંતુ એ અહંભાવભર્યા વાકે