________________
૧૮
શ્રમણ ભગવાન મહાવીર
સાધન સામગ્રીની પ્રાપ્તિ અંગે અત્યંત આનંદ થાય એ સહજ છે, કેમકે જે પદવી સમગ્ર વિશ્વના કયાણમાં અસાધારણ કારણભૂત છે એવું તીર્થંકર પદ પોતાના પુત્રને પ્રાપ્ત થવાનું શ્રવણ કર્યા બાદ ભરત મહારાજાના આનંદમાં શું ખામી હેય? ભરત-ચકીનું મરિચિ પાસે ગમન અને વંદન
એ આનંદમાં ભરતમહારાજા પ્રભુને પ્રણામ કરીને ઉભા થયા, તેમજ જયાં મરિચિ હતા ત્યાં પહોંચ્યા. મરિચિને ત્રણ પ્રદક્ષિણા આપી વંદન કર્યું અને સાથે જ સ્પષ્ટતા કરી કે હું તમારા આ નવા ત્રિદંડિક વેવની અપેક્ષાએ તમને વંદન કરતું નથી, પણ ભાવિકાલે આ ભરતક્ષેત્રમાં થનારા વીશ તીર્થંકર પૈકી વીરનામના વીશમાં તીર્થકર થવાની ચેતા તમારા આત્મામાં છે એ વાત સર્વ ભગવાન શ્રી રાષભદેવજી પાસેથી જાણીને તમેને ભાવિ તીર્થકર તરીકે વંદન કરું છું અને તમારા આત્માની વારંવાર અનુમોદના કરું છું. પ્રભુના કથન પ્રમાણે તમને ત્રિપૂષ્ઠ વાસુદેવના ભવમાં ત્રણ ખંડનું ઐશ્વર્ય અને પ્રિય મિત્ર ચક્રવર્તીના ભવમાં ચૌદરત્ન નવનિધાન સાથે છ ખંડના એશ્વર્યની પ્રાપ્તિ થવાની છે, પરંતુ તે અંગે મારું અનુમોદન કે અભિનંદન નથી. જે ભાવ તીર્થના અવલંબનથી હજાર લાખ યાવત્ ગણનાતીત આત્માઓ ભવસાગરને પાર પ્રાપ્ત કરી શકે છે, તે તીર્થના પ્રવર્તક-તીર્થંકર તમે ભવિષ્યમાં થનારા છે-માટે તેમને મારું વારંવાર વંદન છે.