________________
શ્રમણ ભગવાન મહાવીર
પરાધીનતા આત્માનું અધ:પતન કરનાર છે. જ્યારે આત્મિક સુખની સ્વાધીનતા આત્માને ઉત્કર્ષ સાધનાર છે. આમ છતા અજ્ઞાન વડે અંધ બનેલા આત્માએ આજ સુધીના અનંતકાળ દરમ્યાન એ ભૌતિક સુખ માટે જ પુરુષાર્થ કરેલ છે અને પિતાના જીવનને નિષ્ફળ બનાવ્યું છે. માનવજીવન-આર્યક્ષેત્ર-પંચેન્દ્રિયની પૂર્ણતા વગેરે અનુકૂળ સાધનેની સફળતા ભૌતિક સુખની પ્રાપ્તિમાં નથી. મનુષ્યત્વ વગેરે સાધનની સફળતા માર્ગોનુસારિતા પૂર્વક-દાન, શીલ, તપ અને ભાવ વગેરે ચારે ય પ્રકારના ધર્મનું સુંદર આરાધન કરી સમ્યગદર્શન વગેરે સદ્ગણોને પ્રાપ્ત કરવામાં છે. અનંતનો માલિક આત્મા કર્મ સત્તાના કારણે માયકાંગલે બની ગયા છે, તેને અનંતને પ્રભુ બનાવવા માટેનાં પુરુવાર્થમાં જ માનવ જીવન વગેરે સામગ્રી ધન્ય બને છે.
મુનિરાજ અને ભાવિકાળના ભગવાન મહાવીર પણ વર્તમાનના નયસાર બને ઉત્તમ આત્માઓ માર્ગે ચાલ્યા જાય છે. નયસાર મુનિરાજને દ્રવ્ય માર્ગ બતાવે છે. જ્યારે મુનિરાજ નયસારને ભાવમાર્ગ, મેક્ષમાર્ગ સમજાવે છે, મુનિરાજના મુખમાંથી ધર્મોપદેશની અમૃતધારા અખલિત ચાલી રહેલ છે. નયસાર પણ આજ સુધીના જીવનમાં કઈ વાર નહિ પિધેલા એ ધર્મામૃતને ઘુંટડા પ્રેમપૂર્વક અંતકરણમાં ગટગટાવી રહ્યા છે. નયસારના આત્મામાં સમ્યગ્ગદર્શનાદિ સદ્દગુણે યાંવત્ તીર્થ કર પદ અને અસંખ્ય આત્માઓના તારણહાર થવાની યોગ્યતા તે ભરેલી પડી હતી, ફક્ત