________________
શ્રમણ ભગવાન મહાવીર
સ્વરૂપ ભિન્ન છે, શરીરાદિ સંચાગી પદાર્થોનું સ્વરૂપ ભિન્ન છે, હું ચૈતન્યસ્વરૂપ છું, શરીરાદિ પાર્કીં અચેતન સ્વરૂપ છે.” આવા અભૂતપૂર્વ પ્રકાશ આત્મામાં જે પુન્ય ઘડીએ પ્રગટ થાય છે ત્યારથી આજ સુધી ભૌતિક સુખ તથા તેનાં સાધને તરફ જે જે રૂચિ હતી તેને બદલે અંતરંગ સુખ અને તેના સાધના તરફ અભિરુચિ પ્રગટ થાય છે એ આધ્યાત્મિક વિકાસને પ્રારંભ ગણાય છે. પ્રારંભિક વિકાસનું નામ સદન છે. એ સમ્યગ્દર્શનની જે ભત્રમાં જે આત્માને પ્રાપ્તિ થાય ત્યારથી તેના જીવનની કિંવા ભવાની ગણતરી ગાય છે. તે પહેલાંનુ જીવન ખાએ વિકાસથી ગમે તેટલુ ભરપૂર હોય કે રહિત હોય ગૃ તેની કશી ગણતરી નથી.
સમ્યગ્દર્શન એ પરમાત્મ દશાનું
જક છે જ્યાં સુધી આત્માને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ ન થાય અને એ અનુપમનુની પ્રાપ્તિ દ્વારા આત્માને સ્વ-સ્વરૂપના ભાન સાથે નિજસ્વરૂપની અભિલાષા ન પ્રગટે ત્યાં સુધી એ સ્વ-સ્વરૂપના આવિર્ભાવ માટે અનુકૂળ પુરુષાર્થ પણ ન થાય એ સમજી શકાય તેવી વાત છે. આજના ભૌતિકવાદના ભીષણ કાળમાં ભૌતિક સુખના પાછુ માટે કેટલે પુરુષાર્થ ચાલી રહ્યો છે ? અને આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ માટે મોટા ભાગનું જગત કેવુ શૂન્ય બની ગયું છે ? તે આપણાથી અજાણ્યુ નથી. આપણી પેાતાની પણ પ્રાયઃ એ જ દશા છે. અનતકાળના અવળી દિશાના આ વહેણ