________________
ભાવ નથી પરંતુ વિશ્વના સર્વ ભાવે જાણવા જેવા અને પિતાના સ્વરૂપમાં રહેવું એજ આત્માને મૂલ સ્વભાવ છે. (૭) પાણીની સપાટી ઉપર રહેવું પણ તળીયે ન જવું
એ જેમ તુંબડીને સ્વભાવ છે તેમ વિશ્વના અગ્રભાગે સિદ્ધશિલા ઉપરના ભાગમાં રહેવું અને પોતાના અનંત સ્વરૂપનું અનંત સુખ અનંતકાળ પર્યત ભેગવવું એ
જ આત્માનું યથાર્થ સ્વરૂપ છે. (૮) તરવાના સ્વભાવવાળી તુંબડીમાં કાણું પડે અને તેમાં
માટી ભરાય એટલે જેમ તે તુંબડી જળાશયના તળીયે જઈને બેસે છે, તેમ આત્મામાં અનાદિકાળથી અઢારે પાપના કાણુ વિદ્યમાન હોવાથી એ કાણુ દ્વારા ક્ષણે
ક્ષણે કર્મરૂપી માટી આ આત્મારૂપી તુંબડીમાં ભરાય - છે અને તેના કારણે આ આત્મા સંસારસાગરમાં
ડૂબીને અનંત કાળથી ગોથા ખાધા કરે છે. (૯) નીકા અથવા નાના મોટા વહાણને સ્વભાવ પાણીની
સપાટી ઉપર તરવાને અને સામે કિનારે પહોંચવાને છે, પરંતુ ડૂબવાને નથી. એમ છતાં એ નૌકા અથવા વહાણમાં છિદ્રો વિદ્યમાન હોય તે એ છિદ્રો દ્વારા એ વહાણમાં પાણી ભરાય અને પાણી ભરાય એટલે પાણીની સપાટી ઉપર તરવાને બદલે તેમજ સામા
કિનારે પહોંચવાને બદલે તે વહાણ તળીયે ડુબી જાય છે. (૧૦) તે પ્રમાણે આ આત્મામાં હિંસા, અસત્ય, ચોરી વગેરે
અનેક પાપનાં છિદ્રો જ્યાં સુધી વિદ્યમાન છે ત્યાં