________________
સૂતિકર્મને પ્રારંભ
३४०
આપ દીર્ધાયુષ્યવાળા થાઓ અને સર્વ પ્રકારની સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે” વગેરે વગેરે મંગળ શબ્દ વડે આશીર્વાદ આપ્યા. અને ભગવંત તથા ભગવંતની માતાને જન્મસ્થાનમાં બિરાજમાન કરી અતિશય ઉલ્લસિત પરિણામથી ભગવંતની સ્તુતિ-સ્તવન કરીને પિત–પિતાના સ્થાને પહોંચી ગઈ.
સૌધર્મેન્દ્રના સિંહાસનનું પણ ચલિત થવું
ભગવંતના જન્મ પ્રસંગે જેમ દિકુમારિકાઓના આસન ચલિત થયા અને અવધિજ્ઞાન વડે ભગવંતના જન્મકલ્યાણકને પ્રસંગ જાણી દિકુમારિકાઓ તીર્થકર પરમાત્માના જન્મસ્થાને જેમ આવી પહોંચી, તેમજ પિતાને આચાર સાચવવા વડે જિનેશ્વરદેવની અનન્યભાવે ભકિત કરી પિતાના સ્થાને ગઈ, તે જ પ્રમાણે પ્રભુના જન્મપ્રસંગે વૈમાનિકનિકોયમાં સૌધર્મદેવલોકના સ્વામી, બત્રીશલાખ વિમાનના અધિપતિ સૌધર્મેન્દ્રનું સિંહાસન ચલિત થયું. અને અવધિજ્ઞાન વડે વિશ્લોધ્ધારક તીર્થંકર પરમાત્માને જન્મ થયાનું જાણું, તૂર્ત જ સિંહાસન ઉપરથી સૌધર્મેન્દ્ર ઉભા થઈ ગયા એટલું જ નહિ પણ જે દિશામાં ભગવંતને જન્મ થયે છે તે દિશામાં સાત-આઠ પગલાં સમુખ ચાલી ત્યવંદનના આકારે બેસી નમુત્થણે અરિહં. તાણું ભગવંતાણું એ સંપૂર્ણ સૂત્રપાઠ વડે ભગવંતની અપૂર્વ ઊલાસથી સ્તુતિ કરી. ત્યારબાદ પ્રભુન-જન્માભિએક મહોત્સવ ઉજવવા માટે મેરુ શિખર ઉપર જવાનું