________________
३४६
શ્રમણ ભગવાન મહાવીર
ભવનપતિ-વ્યંતર-તિષી અને વૈમાનિકાયના સર્વ ઇન્દ્રો -અનુર વિમાનના સર્વ દે અને નવ લેકાંતિક દે જેમ અવશ્ય સમકિતી હોય છે. તે જ પ્રમાણે આ છપન દિકુમારિકાઓ પણ અવશ્ય સમકિતવંત હોય છે, અને તેથી તીર્થંકર પરમાત્માને જન્મ થયા પછી એ દેવાધિદેવની ભક્તિને સર્વથી પ્રથમ લાભ આ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયવાળી દિકકુમારિકાઓને મળે છે. આ દિકકુમારિકાઓ પરમાત્માના જન્મ સ્થળે આવી પહોંચવાની સાથે જ ભગ વંત અને ભગવંતની માતાનાં દર્શન કરવા ઉપરાંત ત્રિકરણ વેગે માતા અને પુત્રને પ્રણામ કરે છે. અને પ્રથમ પરમાત્માની સ્તુતિસ્તવના કર્યા બાદ માતાની પણ ગુણગર્ભિત સ્તુતિ શરુ કરે છે. પ્રભુ અને પ્રભુની માતાની આ દિકકુમારિકાઓએ
કરેલ સ્તુતિ હે પરમાત્મા ! તમને અમારે નમસ્કાર થાઓ. વિશ્વના ઉદ્ધાર માટે આ પૃથ્વીતલ ઉપર આપ પરમકૃપાલુનું અવતરણ થયેલ છે. ચાર ગતિમય આ સંસારરૂપી જેલમાં જકડાયેલા ભવ્ય જીવોના કર્મબંધનને આપ સર્વથા ઉછેદ કરનારા છે. જીવજંતુઓના મને વાંછિત પૂર્ણ કરવામાં આપ કલ્પવૃક્ષ સમાન છે. આ વર્તમાન અવસર્પિણી કાળ દરમ્યાન કલેકમાં સૂર્ય સમાન તેવીસમા તીર્થંકર પાર્વ નાથ પ્રભુનું નિર્વાણ થયા બાદ નાથવિહોણા આ ભરતક્ષેત્રમાં આપ સર્વ કેઈના નાથ તરીકે ઉત્પન્ન થયા છે, અનાથ