________________
३४४
શ્રમણ ભગવાન મહાવીર વિશ્વમાં સર્વત્ર આનંદ આનંદ સાથે સાતેય નારી જેવાં ઘોર અંધકારમય સ્થાનમાં અજવાળાં અજવાળાં થતાં હોવાનું જૈન શાસનમાં સુપ્રસિદ્ધ છે. એમ છતાં બીજા કલ્યાણની અપેક્ષાએ આ જન્મકલ્યાણક પ્રસંગે અખિલ વિશ્વમાં વિશેષ આનંદનું વાતાવરણ હોવા સાથે-અજવાળાંના-ચમકાર કંઈક વધુ પ્રમાણમાં હોય તે તે વાસ્તવિક લાગે છે. જેમ રાજામહારાજા કોડપતિ કિંવા લક્ષાધિપતિના ઘરના આંગણે પુત્રના લગ્નને અથવા પુત્રના રાજ્યાભિષેક વગેરેને માંગ લિક પ્રસંગ હોય અને એ માંગલિક પ્રસંગે ગમે તેટલું આનંદનું વાતાવરણ હોય છે તે અન્ય પ્રસંગોની અપેક્ષાએ ઘણું અધિક હોય છે. તે જ પ્રમાણે તીર્થંકર પરમાત્માના અન્ય કલ્યાણકોની અપેક્ષાએ જન્મકલ્યાણક પ્રસંગે વિશિષ્ટ પ્રકારના આનંદ અને અજવાળાનું વાતાવરણ હોય તે તે અવસરેચિત લાગે છે.
દિકુમારિકાઓનું આગમન ત્ર સુદ ૧૩ મધ્યરાત્રિએ જે અવસરે સાતેય રહે ઉચ્ચ સ્થાને હતા તે અવસરે ત્રિશલામાતાએ કોઈપણ પ્રકારની પીડા વિના ભગવાન મહાવીરરૂપી પુત્ર-વર્ધમાનકુમારને જન્મ આપ્યો. આ જન્મકલ્યાણકને અનુલક્ષીને તીર્થકર નામકર્મના પ્રદેશદયની પણ કેવી વિચિત્રતા હોય છે? આ વિષય પર સંક્ષેપમાં વિવેચન કરવામાં આવ્યું. જે ક્ષણે પરમાત્મા મહાવીર પ્રભુનો જન્મ તે ક્ષણે દશેય દિશામાં અજવાળાં, પછી પિત–પિતાના દિવ્ય સ્થાનમાં આનંદ કિલ્લોલ કરતી છપન દિકુમારિકાઓના આસન