________________
સ્વપ્ન દર્શનને અધિકાર
૩૨૧
ભગવાન મહાવીર પ્રભુના માતા ત્રિશલા રાણીએ પ્રથમ સ્વપ્નમાં કેશરી સિંહ અને પછી ગજ, વૃષભ, લક્ષ્મીનો અભિષેક યાવત્ ચૌદમા સ્વપ્નમાં નિધૂમઅગ્નિશિખા જોયેલ છે. અને બાકીના અજિતનાથથી પાર્શ્વનાથ ભગવંત સુધી બાવીશ તીર્થકરોની માતાઓએ ચાલુ પ્રસિદ્ધ ક્રમ પ્રમાણે પહેલાં સ્વપ્નમાં હાથી, બીજા સ્વપ્નમાં વૃષભ, ત્રીજા સ્વપ્નમાં કેશરી સિંહ, ચેથા સ્વપ્નમાં લકમીને અભિષેક યાવત્ ચોદમા સ્વપ્નમાં નિર્ધમઅમિશિખા જોયેલ છે. બારમા સ્વપ્નદર્શનમાં વિમાન અથવા ભવનનું કારણ
આ ઉપરાંત તીર્થકર ભગવંતને આત્મા વૈમાનિક નિકાયમાંથી અર્થાત્ સૌધર્મ ઈશાન વગેરે બાર દેવક, નવ જૈવેયક અથવા સર્વાર્થસિદ્ધ વિગેરે પાંચ અનુત્તર વિમાનમાંથી ચ્યવને જે માતાની કુક્ષિમાં ગર્ભપણે અવતરે છે, તે માતાજી બારમા સવપ્નમાં દિવ્યવિમાન દેખે છે. અને તીર્થકરને આત્મા પહેલી-બીજી અથવા ત્રીજી આ ત્રણ નારકી પૈકી કેઇપણ નારકમાંથી અવીને જે માતાની કુક્ષિમાં ગર્ભપણે અવતરે તે માતાજી બારમાં સ્વપ્નમાં દિવ્ય વિમાનનાં સ્થાને દિવ્ય ભવનને દેખે છે. આટલા તફાવત
ધ્યાનમાં રાખવે વિમાન અને ભવનના આકારમાં તેમજ કાંતિમાં અમુક અંશે તફાવત હોય છે. તીર્થકરના આત્મા માટે આગતિદ્વારનાં બેજ દંડક
તીર્થકર થનાર આમા માટે બે જ આગતિનાં દંડક શ્ર, ભ, મ, ૩૯