________________
ત્રિશલામાતાને ચોદ મહાસ્વપ્નનું દર્શન અને તેનું ફળ ૩૦૯ ક્ષત્રિયાણું પાસેથી અતિ ઉત્તમ ચૌદમહાસ્વપ્નનાં વૃત્તાંતને શ્રવણ કરી સિદ્ધાર્થ ક્ષત્રિય અત્યંત હર્ષ પામ્યા અને પિતાના વિશિષ્ટ પશમવાળા મતિ અને શ્રુતજ્ઞાનના બલ વડે ત્રિશલા ક્ષત્રિયાણી પાસે આ ઉત્તમ મહાસ્વપ્નનું ફળ જણાવવાની શરૂઆત કરી સિદ્ધાર્થ ક્ષત્રિયે જણાવેલું મહાસ્વપ્નનું પ્રાસ્ત ફળ
હે દેવને વલ્લભ ! તમે એ જે મહાન સ્વપ્ન જોયેલાં છે, તે અતિશય ઉત્તમ છે. આપણાં સમગ્ર કુટુંબમાં આનંદ મંગલ અને કલ્યાણને કરવાવાળાં આ સ્વને છે. ધનધાન્ય ઋદ્ધિ-સિદ્ધિ, સંપત્તિમાં વૃદ્ધિ કરનાર છે. આવા ઉત્તમ મહાવીરને પ્રબલ પુણ્યવંત આત્માને જ પ્રાપ્ત થાય છે. આ મહાસ્વપ્નના પ્રભાવે આપણા કુલમાં દીપક સમાન, કુલને વૃદ્ધિ કરનાર. કુલને આધાર રૂપ, કુલમાં આનંદ આપનાર, સર્વ અંગે પાંગે અને લક્ષણથી પરિપૂર્ણ એવા પુત્રરત્નને તમે જન્મ આપશે. ત્રિશલા ક્ષત્રિયાણ પિતાના સિદ્ધાર્થ ક્ષત્રિય પાસેથી પિતાને આવેલા ચોદમહાસ્વપ્નનું પ્રશસ્ત ફળ શ્રવણ કરી તૃષ્ટિ-પુષ્ટિ તેમજ અતિવર્ષને પામ્યા અને આ મહાસ્વપ્નનું ફળ આપે જણાવ્યા પ્રમાણે યથાર્થ છે; મને ઇષ્ટ છે; વારંવાર ઈષ્ટ છે એ પ્રમાણે સ્વન સંબંધી ફળને ત્રિકરણને સ્વીકાર કરી સિદ્ધાર્થ ક્ષત્રિયાની અનુમતિ મલ્યા બાદ પિતાનાં શયનખંડમાં આવી પહોંચ્યા. તેમજ પછી મને આવેલા આ મહાસ્વપ્નનું ફળ તેજા અશુભ સ્વપનથી હણાઈ ન જાય એ બાબતને