________________
૨૯૪
શ્રમણ ભગવાન મહાવીર
આવેલા બ્રાહ્મણકુંડ નગરમાં રાષભદત બ્રાહ્મણના ધર્મ પત્ની દેવાનંદા બ્રાહ્મણનાં શયનઘરમાં આવી પહોંચ્યા આ પ્રસંગે કેઈપણ જિજ્ઞાસુને (૧) પોતાના મૂલશરીર વડે મનુષ્યલેકમાં ન જતાં હરિણગમગીને બીજું ઉતર વૈકિય શરીર બનાવવાનું પ્રયોજન શું ? (૨) જે અવસરે ઉત્તર વૈક્રિય શરીર બનાવે તે અવસરે એ હરિણગમેથી દેવના આત્મપ્રદેશે મૂળ શરીરમાં હોય કે નહિ ? અને હોય તે (૩) એ મૂલ શરીરથી કઈ પ્રવૃત્તિ ચાલું હોય કે એ ભૂલ શરીર ભૂલ કિવા સૂક્ષ્મપ્રવૃત્તિ વિનાનું નિષ્ટ હોય? આ પ્રમાણે અનેક પ્રશ્નો થવાને સંભવ છે. પરંતુ ગણધર ભગવંતોએ રચેલા આગમને અનુસારે પૂર્વાચાર્ય ભગવંતેએ તે તે શાસ્ત્ર ગ્રંથમાં આ બધી બાબતેના વ્યવસ્થિત અને સુંદર સમાધાને આપ્યાં છે.
ઉપર રજૂ થયેલા પ્રશ્નોનું સમાધાન સામાન્ય રીતે આપણું માનવસમુદાયમાં પુરુષ અથવા સ્ત્રી વર્ગને કોઈપણ વિશેષ કાર્ય પ્રસંગે પોતાના ઘેરથી ત્યારે બહાર જવાનું થાય છે ત્યારે પોતાનું શરીર તેનું તે જ હોય છે, છતાં સ્નાનાદિથી શુદ્ધ થયા બાદ ઉત્તમવસ્ત્રો અને અલંકાર ધારણ કરીને બહાર જાય છે. તેમજ બહારનું કાર્ય પરિપૂર્ણ થયે ઘેર આવી પોતાના ચાલુ વ ધારણ કરે છે. જે હકીકત સર્વજન પ્રસિદ્ધ છે, તે પ્રમાણે ઈન્દ્રાદિ દેવે જે અવસરે જેવું કાર્ય હોય તેને લાયક ઉતર વેકિય શરીર રચી વસ્ત્રાલંકાર ધારણ કરી તે તે કાર્ય