________________
૩૧
પ્રસંગે થતી જેન શાસનની સુંદર પ્રભાવનાના કારણે જૈન જૈનેતર જગતમાં “શાસન પ્રભાવક તરીકે આચાર્યશ્રીને સહુ કોઈ સારી રીતે જાણે છે. પૂજ્ય શ્રી જૈનસંઘના એક શ્રદ્ધય આચાર્ય તરીકે પ્રસિદ્ધ છે. તેઓશ્રીએ સરલ, સુંદર અને પ્રાસાદિક ભાષામાં લખેલ “શ્રમણ ભગવાન મહાવીરના ૨૬ ભવોનું નિરૂપણ કરનાર આ પુસ્તકની બેબે આવૃત્તિઓની હજારે નકલે છપાયેલી છતાં હાલમાં પુસ્તક મળવું દુર્લભ બન્યું છે. અને જે જે વિદ્વાનેએ આ પુસ્તકને સાવંત વાચેલ છે તેઓએ આ પુસ્તકની મુક્ત કંઠે પ્રશંસા કરેલ છે.
પૂ. મુનિ શ્રી યશોવિજયજી મહારાજે મુંબઈ વાલકેશ્વર બાબુ અમીચંદજી પનાલાલ આદીશ્વર જેન દહેરાસર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળને તીર્થકર શ્રમણ ભગવાન શ્રી મહાવીરના ૨૫૦૦ મા નિર્વાણ પ્રસંગે કોઈ ને કોઈ પ્રકારે ભગવાન શ્રી મહાવીરને ભાવાંજલિ આપવી જોઈએ એવી પ્રેરણા આપી, એ પ્રેરણા ધર્મશ્રદ્ધાળુ ટ્રસ્ટી મંડળે ઉદારતાથી ઝીલી લીધી અને તેને ફળ સ્વરૂપે ભગવાન મહાવીરના ૨૬ પૂર્વભવનું પ્રેરણાદાઈ ઉત્તમ કક્ષાનું અભૂતપૂર્વ શૈલીમાં લખાયેલું પુસ્તક આજે પ્રગટ થઈ રહ્યું છે તે બદલ ટ્રસ્ટી મંડળને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આને આ ઉદારતાભર્યો સહકાર અમારી સંસ્થાને આપતા રહેશે એવી નમ્ર વિનંતિ અને સંસ્થા તરફથી કરીએ છીએ.
આ ગ્રંથને સો કઈ વાંચે, વિચારે અને પિતાના આત્મમરિમાં અજવાળાં પ્રગટ કરે એજ પ્રાર્થના.
-પ્રકાશકે