________________
૨૩૪
શ્રમણ ભગવાન મહાવીર
સત્તરમું સમાધિ પદ આત્માનું વાસ્તવિક રીતે સમભાવમાં ટકવું એનું નામ સમાધિ છે. સમતા-સમભાવ નિવિ ક૯પદશા એ બધાય પદો લગભગ સમાન અર્થ વાચક છે, સમ્યગ્દર્શનનું ફળ સમ્યજ્ઞાન છે. સમ્યગ્રાનનું ફળ વિરતિ અથવા સંયમ છે, અને સંયમનું ફળ સમાધિ છે. તેમજ સમાધિના ફળમાં સંવરનિર્જરા અને પરંપરાએ મેક્ષ છે. આ સમાધિપદની આરાધના સિવાય અર્થાત્ આત્મમંદિરમાં સમાધિ પ્રાપ્ત થયા સિવાય કેઈપણ આત્મા ભૂતકાળમાં મેક્ષે ગયેલ નથી, વર્તમાનમાં જતું નથી અને ભવિષ્યમાં જવાનું નથી. આવા સમાધિપદની મારા જીવનમાં એવી ઉત્કૃષ્ટભાવે આરાધના થાય કે હું સ્વયં મુક્તિ પદને શીધ્ર અધિકારી બનવા સાથે અસંખ્ય આત્માઓને આ સમાધિપદની આરાધનામાં નિમિત્ત બને” આવી ત્રિકરણ મેગે સતત ભાવનાનું રિશીલન કરનાર આત્મા અવશ્ય જિન નામને નિકાચિત બંધ કરે છે અને ભાવિકાલે તીર્થંકરનું ઐશ્વર્ય પ્રાપ્ત કરવા સાથે ધર્મતીર્થની સ્થાપના કરવા પૂર્વક અસંખ્ય ભવ્યાત્માઓને મુકિતપથના અધિકારી બનાવે છે.
અઢારમું અભિનવજ્ઞાન પદ "अपुथ्वनाणग्गहणे निच्चभासेण केवलप्पत्ती" શાસ્ત્ર-સિદ્ધાન્તમાં જે કથન છે તેને ભાવાર્થ એ છે કે નિરંતર નવું નવું શાસ્ત્ર કિંવા શ્રતનું અધ્યયન કરવાની અભિલાષાવાળે અને એ રીતે હરહંમેશ શ્રતજ્ઞાનને આરા