________________
૨૦૬
શ્રમણ ભગવાન મહાવીર
કારભાર ચલાવવામાં ન્યાયનીતિનું સંપૂર્ણ પણે પાલન કરવા લાગ્યા. મારા રાજ્યની સમસ્ત પ્રજામાં કોઈપણ પ્રજાને યહૂ કિંચિત દુઃખને પ્રારંભ પ્રાપ્ત થાય તે પ્રજાપાલ તરીકેના નંદનરાજાના હૈયામાં એ પિતાનું દુઃખ છે એ માન્યતા હોવાથી દુખી પ્રજાજનના દુઃખનું નિવારણ કરવામાં રાજા સદાય સાવધાન હતા. પિતાના સમગ્ર રાજ્યમાં ચેરી–જારી, હિંસા વગેરે પાપનું કઈપણ આચરણ ન કરે તે માટે નંદનરાજાના બધાય પ્રયા ચાલુ રહેતા અને એ પ્રયાસેમાં ધર્મપરાયણ રાજવીને યોચિત સફળતા પણ પ્રાપ્ત થતી હતી તે ઉપરાંત ગૃહસ્થને ઉચિત અર્થ અને કામ પુરુષાર્થના સેવનમાં ધર્મપુરુષાર્થને બાધા ન પહોંચે તે માટે આપણું નંદન નૃપતિના હૈયામાં હરહમેશ જાગૃતિ રહેતી હતી.
નંદન રાજાની દીક્ષા નંદન રાજાનું આયુષ્ય પચીશ લાખ વર્ષનું હતું. તે પિકી ચેવિશ લાખ વર્ષો પર્યત એ નંદન રાજા ગૃહસ્થાશ્રમમાં રહ્યા, એક લાખ વર્ષનું આયુષ્ય જયારે બાકી રહ્યું ત્યારે એ ક્ષેત્રમાં વિચરતા પિટ્ટિલાચાર્ય ભગવંત પાસે નંદનરાજાએ સંયમ ગ્રહણ કર્યું. નંદન રાજાને પિતાના પ્રબલ પુર્યોદયથી માનવ જન્મ, નીરોગી શરીર, દીર્ઘ આયુષ્ય અને રાજ્યવૈભવના કારણે ભેગેપગની સુંદર સામગ્રી મળી હતી, એમ છતાં એ રાજવીનું પુણ્ય પુણ્યાનુબંધી પુણ્ય હોવાથી ભેગે પગની પ્રવૃત્તિમાં એમને આનંદ ન હતું. એ રાજવીના અંતરા