________________
૧૮૮
શ્રમણ ભગવાન મહાવીર
મળતાં ચક્રવતના ચિત્તમાં અત્યંત આનંદ ઉત્પન્ન થયે. મૂકા નગરીમાં જઈ સર્વ પ્રજાજને સમક્ષ રાજ્યને ભાર પુત્રને સમર્પણ કર્યો અને આચાર્ય ભગવંત પાસે આવી પ્રિય મિત્ર ચક્રવર્તીએ ચારિત્ર ગ્રહણ કર્યું. આયુષ્ય કર્મ સિવાય બધા ય શુભા-શુભ કર્મને
સ્થિતિબંધ અશુભ જ હાય ચારિત્ર ઘડણ કર્યા બાદ ગુરુદેવની નિશ્રામાં રહીને એક બાજુથી શાસ્ત્રનો અભ્યાસ અને તેનું સતત પરિશીલન તેમજ બીજી બાજુથી તપ-સંયમની સુંદર આરાધનાના કારણે પ્રિયમિત્ર મુનિવરે મેહનીય કર્મની અત્યંત લઘુતા કરી અને સાથે સાથે પુણ્યાનુબંધિ પુષ્ય ઉપાર્જન કર્યું. કોઈપણ આત્મા સમ્યગદર્શન ગુણને સન્મુખ થાય, ત્યાર બાદ સમ્યગદર્શન, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે આત્મિક ગુણમાં જેમ જેમ આગળ વધતું જાય તેમ તેમ તે આત્માને મહનીય કર્મના બંધ, ઉય, ઉદીરણ, તેમજ સત્તા અથવા પ્રકૃતિબંધ, સ્થિતિબંધ, રસબંધ અને પ્રદેશબંધની અપેક્ષાએ ઉત્તરોત્તર લઘુતા થતી જાય. એક મેહનીય કર્મની લઘુતા હોય એટલે જ્ઞાનાવરણ, દર્શનાવરણ તેમજ અંતરાય એ ત્રણે ઘાતકર્મોની પણ ઉપર જણાવેલા ચારેય પ્રકારે અવશ્ય લઘુતા થાય તેમજ ચાર અઘાતિકર્મોમાં પણ શુભ અશુભ બન્ને પ્રકારની ઉત્તર પ્રવૃતિઓ પૈકી બહુલતાએ શુભને બંધ થાય. શુભ પ્રકૃતિએને બંધ ચાલે તેમાં રસની તીવ્રતા થતી જાય અને સ્થિતિબંધમાં લઘુતા આવતી જાય. કારણ કે આયુષ્યકર્મ સિવાય–શુભાશુભ સર્વકર્મને સ્થિતિબંધ તે એકાંતે અશુભ જ કહેલ છે. સ્થિતિબંધ શુભ