________________
દવ્યદયા અને ભાવદયા
૧૭૩
કરવા સાથે તીર્થંકરપણું પ્રાપ્ત થાય એવા તીર્થકર નામકમને બંધ કરે છે. માનવજીવનમાં ભાવયાનું અંતરાત્મામાં સ્થાન હોવા છતાં એ ભાવદયાની અપેક્ષાએ દ્રવ્ય દયાનું વિશિષ્ટ પ્રાધાન્ય વર્તતું હોય તે તે આત્મા દ્રવ્યદયાના કારણે ચક્રવર્તી પણું પ્રાપ્ત કરવા સાથે ભાવચારિત્ર પ્રાપ્ત થાય તેને લાયક નામકર્મની પુણ્યપ્રકૃતિને બંધ કરી અનંતર અથવા એકાંતર ભવમાં ચકવર્તી પણું પ્રાપ્ત કરવા પછી અવસર આવે ત્યારે છ ખંડના વૈભવને છેડી સંયમધર્મની આરાધના માટે ચાલી નીકળે છે, અને માનવજીવનમાં ભાવદયાને સર્વથા અભાવ હોવા સાથે કેવળ દ્રવ્યદયાનું જ પ્રાધાન્ય હોય તેમજ તે દ્રવ્યદયા પાછળ એકાંતે ભૌતિક સુખની અભિલાષા વર્તતી હોય તે તે આત્મા મનુષ્યના ભવમાં ઉત્પન્ન થાય તે બ્રહ્મદત્ત ચક્રવર્તી વગેરેની માફક પાપાનુબંધિ પુણ્ય તરીકે ચકવર્તીપણું પ્રાપ્ત કરે છે અને આયુષ્ય પૂર્ણ થયા બાદ નરકગતિમાં ઉત્પન્ન થાય છે.
કેત્તર અને લૌકિક અધિકારોના હેતુ વીતરાગમાણીત શુદ્ધ ધર્મની ગીતાર્થની નિશ્રામાં રહી નિરતિચારપણે આરાધના કરવા સાથે આત્મકલ્યાણની સાધના કરવી એ છે કે ઘણું ઉત્તમ છે. એમ છતાં સંખ્ય-અસંખ્ય વર્ષો સુધી, હજારે લાખો યાવત્ અસંખ્ય આત્માઓને આત્મકલ્યાણની આરાધના માટે ધર્મતીર્થની સ્થાપના કરવી, પ્રાણના ભેગે એ ધર્મતીર્થનું રક્ષણ કરવા તૈયાર રહેવું, એ બધી તીર્થંકર પદ, ગણધર પદ, આચાર્યપદ, ઉપાધ્યા