________________
૧૦૦
શ્રમણ ભગવાન મહાવીર
એ સાથે જ તેની તરાપને ચુકાવી પોતાના બે હાથ વડે મજબૂત રીતે સિંહના બે જડબાં કુમારે પકડી લીધાં અને પછી પોતાના સમગ્ર બળને ઉપગ કરી વસ્ત્રનાં બે ટૂકડા કરવામાં આવે તે પ્રમાણે સિંહનું વિતરણ કરી નાખ્યું, દૂર દૂરથી આ દશ્યને જોનારા સેંકડે મનુષ્યએ કુમારને જયજય શબ્દોથી વધાવી લીધા. શરીરના બે ટૂકડા થવા છતાં હું જંગલને રાજા અને એક બાળક જેવા અને તે પણ નિઃશસ્ત્ર કુમારે મને ચીરી નાંખે જણે એવી મને વેદનામાં તરફડિયાં મારતા સિંહની પાસે ત્રિપુકુમારના રથ ચલાવનાર સારથિ આવી પહોંચે અને મધુર વાણીથી સિંહને આશ્વાસન આપ્યું કે “હે કેસરી સિંહ ! તું એમ સમજે છે કે આ બાળક સામાન્ય કુમાર છે ? અને તેના હાથે તારું મૃત્યુ થતાં તારો અંતરાત્મા અત્યન્ત મનેવેદને અનુભવી રહ્યો છે? પણ આ તારી આ સમજણ બરાબર નથી જેમ જંગલને રાજા છે. એમ આ કુમાર ઘેડા સમયમાં વાસુદેવ તરીકે ત્રણ ખંડ-પૃથ્વીનાં રાજાધિરાજ થવાના છે. તારું મૃત્યુ સામાન્ય કુમારને હાથે નથી થયું માટે તારે તરફડિયાં મારવાનું અને મનમાં દુઃખ ધરવાનું કશું પ્રયોજન નથી. સારથિ તરફથી આ પ્રમાણે આશ્વાસન મળતાં સિંહ શાંત બની ગયે અને આયુષ્ય પૂર્ણ કરી નરકગતિમાં ચાલ્યા ગયે. ત્રિપૃષ્ણકુમાર પણ પિતાના વડીલ બંધુ અચલકુમાર સાથે પિતાની રાજધાનીમાં પહોંચ્યા. પ્રતિ વાસુદેવ અશ્વગ્રીવને સિંહવિદારણની વાત જાણવામાં આવતાં