________________
અઢારમા ભવ “ત્રિપૃષ્ઠ-વાસુદેવ’
પિતાની આજ્ઞામાં વર્તતા જુદા રાજાઓને એ પ્રદેશનું અને ત્યાંની પ્રજા તેમજ અનાજ વગેરેનું રક્ષણ કરવા માટે ક્રમશઃ મેકલવામાં આવતા હતા અશ્વગ્રીવ રાજાએ પ્રજાપતિ રાજાને એ પ્રદેશને સંરક્ષણ માટે જવાને ઈરાદા પૂર્વક સંદેશ મોકલ્યા. રાજા પ્રજાપતિ અશ્વગ્રીવના સંદેશા પ્રમાણે એ પ્રદેશમાં જવા તૈયાર થતાં બલદેવ અચલકુમાર તથા વાસુદેવ ત્રિપૃષકુમાર અને બંધુઓએ વિનંતિ સાથે પિતાજીને તે પ્રદેશમાં જતાં અટકાવી સિંહના ભયથી એ પ્રદેશને સદા માટે નિર્ભય બનાવવાની ઈચ્છાથી તે સ્થાન તરફ પ્રયાણ કર્યું સિંહને રહેવાનું જ્યાં સ્થાન હતું ત્યાં બને બંધુઓ રથમાં બેસી પહોંચી ગયા. અને પિતાનાં સ્થાનમાં નિર્ભયપણે સૂતેલા સિંહને જાગૃત કરવા ત્રિપૃષ્ઠકુમારે સિંહ કરતાં વધુ જોરદાર ગર્જના કરી. એ ગર્જના શ્રવણ થતાં સિંહ તૂર્તજ પિતાના સ્થાનમાંથી નીકળીને બહાર આવ્યા અને બને કુમારને પોતાની સામે ઉભેલા જોઈને સિંહે પણ આજુબાજુને પ્રદેશ ધ્રુજી જાય તે સિંહનાદ કર્યો, તેમજ પોતાનું પૂછડું જોરથી જમીન પર પછાડી કુમાર ઉપર તરાપ મારવા તૈયાર થઈ ગયે. ત્રિપૃષ્ઠકુમાર અચલકુમારને આગળ વધતા અટકાવી એકલા પોતે રથ ઉપરથી સિંહની સામે આવી ગયા. સિંહ નિઃશસ્ત્ર છે તે મારાથી શસ્ત્ર કેમ રાખી શકાય ? એમ વિચારી શસ્ત્રો બાજુમાં મૂકી પશુના રાજા કેશરીસિંહની સામે ત્રિપૃષ્ણકુમાર યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા. સિંહે કુમાર ઉપર જેવી તરાપ મારી