________________
શ્રમણ ભગવાન મહાવીર
આ વિચારોની ઘટમાળ શરૂ થઈ, અને નિર્ણય કર્યો કે દૂતને પરાભવ અને કેસરી સિંહના વિદ્યારણની દૈવ જણાવેલ વાત માટે ખાતરી છે કરૂં. તુરત પિતાના ચંડવેગ નામના દૂતને ત્રિપૃષ્ઠ વાસુદેવના પિતા રાજા પ્રજાપતિ તરફ રવાના કર્યો. રાજા પ્રજાપતિ પોતે યદ્યપિ વિશાળ રાજ્યનાં અધિપતિ હતા છતાં ત્રણ ખંડનાં સ્વામી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવની આજ્ઞા એમને શિરોમાન્ય હતી. પ્રતિવાસુદેવને દત ચંડવેગ જે અવસરે રાજા પ્રજાપતિને નગરમાં પહોંચ્યું તે અવસરે રાજા પ્રજાપતિ પોતાની રાજસભામાં સુવર્ણના સિંહાસન ઉપર બિરાજમાન હતા. એક બાજુના આસન ઉપર ત્રિપૃષ્ઠ વાસુદેવ અને બીજી બાજુના સિંહાસન ઉપર બલદેવ અચલકુમાર બિરાજેલા હતા. મહામાત્ય મંત્રી, ઉપમંત્રી, સેનાપતિ, નગરશેઠ તેમ જ બીજા નાના મોટા અધિકારીઓ અને શ્રીમંત પ્રજાજને વડે રાજસભા અત્યંત શેલતી હતી. વારાંગનાઓ તેમ જ સંગીતકારોનાં નાચગુજરા અને સંગીતની રેલમછેલ એ રાજસભામાં ચાલતી હતી સર્વ કેઈ એ નાચ, મુજરા અને સંગીત શ્રવણમાં લયલીન બની ગયા હતા. બરાબર એ અવસરે પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના તે અગાઉથી ખબર આપ્યા સિવાય એમને એમ રાજસભામાં પ્રવેશ કર્યો. રાજા પ્રજાપતિ આ ચંડવેગને જાણતા હતા. અકસ્માત્ પ્રતિવાસુદેવના દૂતને રાજસભામાં પ્રવેશ થતાં રાજા સસંભ્રમ ઉભા થઈ ગયા. દૂતનું સ્વાગત કર્યું અને મેગ્ય આસને તેને બેસાડી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવ મહારાજાના