________________
૫૮
શ્રમણ ભગવાન મહાવીર
કારણ પુન્ય-પુન્યમાં અને પાપ-પાપમાં વિવિધ પ્રકારની તરતમતા છે. પ્રત્યેક જીવની પ્રવૃત્તિ અને પરિણતિ એક સરખી નથી પણ ભિન્ન ભિન્ન પ્રકારની છે એટલે શુભઅશુભ કર્મમાં અને તેના ફળસ્વરૂપે સુખ-દુઃખમાં પણ તરતમતા ઉભી થાય છે. સ્વર્ગલેક અથવા દેવકમાં વર્તતા સર્વ દેવે સામાન્ય રીતે પુન્ય-પ્રકૃતિને ઉદયવાળા હોય છે, એમ છતાં પુન્ય-પુન્યમાં અનેક પ્રકારની વિવિધતા હોવાના કારણે ભવનપતિવ્યંતર તિષી અને વૈમાનિક તેમજ તે દરેકમાં પણ પુનઃ અનેક પ્રકારના પેટા વિભાગ છે. ચારેય વિભાગમાં વૈમાનિક દેવનું સ્થાન ઉચ્ચ કેટિનું છે. વૈમાનિક નિકાયમાં પણ બાર બાર દેવલોક, નવ દૈવેયક અને પાંચ અનુત્તર એમ ઉત્તરોત્તર ઉચ્ચ ઉચ્ચ કોટિને સ્થાને છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુનો આત્મા વૈમાનિક નિકાયના બાર દેવલોક પૈકી પંચમ બ્રહ્મદેવેલકમાં ઉત્પન્ન થયેલ છે.
સેળમા ભવે વિશ્વભૂતિ રાજકુમાર પંચમ દેવલેમાં ઉત્પન્ન થયા બાદ નિશ્ચિત થયેલા આયુષ્ય ત્યાં સંપૂર્ણપણે ભેગવી ભગવાનને આત્મા સેળમાં ભવમાં આ ભરતક્ષેત્રના રાજગૃહ નગરમાં વિશ્વનન્દી રાજાના અનુજબંધુ વિશાખભૂતિ યુવરાજના રાણી ધારિણીની કુક્ષિથી પુત્રરૂપે અવતરે છે. “વિવભૂતિ કુમાર એવું એ પુત્રનું નામ સ્થાપન કરવામાં આવે છે. મરિચિના ભવ પછીના બાર ભામાં એકાંતરે સ્વર્ગલેક અને મનુષ્યલકમાં ભગવાન