________________
४८
પ્રથમ નયસારને ભવ...
જીવનવિશુદ્ધિ માટે આલેચના-પ્રતિક્રમણદિની
અત્યન્ત જરૂરિયાત
આત્મકલ્યાણને પવિત્ર માર્ગ પ્રાપ્ત થયા બાદ સત્તામાં રહેલા મહરાજાની પ્રબળતાના કારણે વિષય કષાયનું પ્રતિકૂળ વાતાવરણ મળતાં એ પવિત્ર માર્ગથી ઘણીવાર ખલિત થઈ જવાય છે, એમાં આશ્ચર્ય નથી. આત્મકલ્યાણને પવિત્ર માર્ગ પ્રાપ્ત થ જેમ અતિ દુષ્કર છે, તેનાથી અધિક દુષ્કરતા પ્રાપ્ત થયેલા એ પવિત્રમાર્ગમાં અસ્પવિતપણે ટકી રહેવામાં છે, પરંતુ એ ઉત્તમ પરિસ્થિતિ કેઈ તદ્દભવ મુક્તિગામી અથવા એકાવનારી વગેરે નિકટ મુકિતગામી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. સિવાય ઘણાખરા આત્માઓને તે ચારિત્ર જેવા ચારિત્રને સ્વીકાર કર્યા બાદ પ્રમત્તદશાનાં ગે આરોહ-અવરોહનો ક્રમ એકભવ નહિં, પરંતુ અનેક ભવે પર્યત ચાલે છે, અને એ પ્રમાણે અનેક ભ પર્યત એ આરોહ-અવરોહને કેમ ચાલ્યા બાદ એક ભવ એ પ્રાપ્ત થાય છે કે–તે ભવમાં એ ઉત્તમ આત્માને અપ્રમત્ત ભાવના કારણે કેવળ આરેહની અનુકૂળતા પ્રાપ્ત થાય છે. અને અંતે નિર્વાણપદને તે અધિકારી બને છે. સમ્યગ્દર્શનાદિ કેઈપણ ગુણ પ્રગટ થયા બાદ પ્રથમથી જ તે ગુણ અતિચાર વિનાના અર્થાત યકિંચિત પણ દૂષણ વિનાના નથી હોતા. પશમ ભાવના ગુણમાં અતિક્રમ, વ્યક્તિક્રમ, અતિચારાદિને