________________
४७
શ્રમણ ભગવાન મહાવીર
ધર્મશાસન વિદ્યમાન હતું. એ ધર્મશાસનના અવલંબનથી અસંખ્ય આત્માઓ મુક્તિપદના અધિકારી બન્યા અને અસંખ્ય આત્માઓ એકાવતારી દેવ તરીકે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયા. મરિચિ પંચમ દેવલોકમાં કેમ ઉત્પન્ન થયા ?
મરિચિ તે ખુદ ભગવાન ઋષભદેવજીના હસ્તદીક્ષિત હતાં, અને અમુક વર્ષો સુધી પ્રથમ તીર્થંકરની છત્રછાયામાં સંયમની આરાધના ચાલુ હતી. એ સંજોગોમાં એમને આત્મા તે અવશ્ય મુકિતને અધિકારી બન જોઈએ, એમ છતાં મરિચિ આયુષ્ય પૂર્ણ થયા બાદ પાંચમાં બ્રહ્મદેવલેકમાં દેવ તરીકે ઉત્પન્ન થયા, તેનું પ્રધાન કારણ કર્મસત્તાનું પ્રાબલ્ય હતું. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ વગેરે નિમિત્ત કારણની સામગ્રી ગમે તેટલી અનુકૂળ હોય પણ ક્ષાયિકમાવ સ્વરૂપ ઉપાદાન કારણની જ્યાં સુધી અનુકૂળતા ન થાય ત્યાં સુધી આત્મા મુકિતને અધિકારી બની શકતું નથી. ઉષ્ણુ પરિષહના પ્રસંગે શરીરની મમતાનાં કારણે શુદ્ધ સંયમ ધર્મને પરિ. ત્યાગ કરી પરિવ્રાજક-ત્રિદંડિક વેષને ધારણ કર, તીર્થ કરપદ-ચક્રવતી પદ તેમ જ વાસુદેવપદની પિતાને ભાવિકાળે પ્રાપ્તિ થવાની હકીકત ભરતજી પાસેથી જાણવામાં આવતાં ગિકરણને કુળમદ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થવે અને કપિલ પાસે મેક્ષમાર્ગ વિરૂદ્ધ નિરૂપણ કરવાની સર્વથી વધુ અનર્થકારક પરિસ્થિતિ ઉભી થવી, એ બધી ઘટનાઓ મરિચિ માટે કર્મસત્તા અને મેહની પ્રબળતા અંગે સાક્ષીભૂત હતી