________________
શ્રમણ ભગવાન મહાવીર
૪૧
આત્માઓ પાસે મારાથી વૈયાવચ્ચ કરાવાય પણ કેમ ? હવે ભવિષ્યમાં મારી પાસે આવનારા ક્ષત્રિય વગેરે કુમારે પૈકી મારે ઉપદેશ શ્રવણ કરીને મારે શિષ્ય થવાની કોઈ ઈચ્છા કરશે તે હું એને મારે શિષ્ય બનાવીશ. મરિચિનાં દિલમાં બીમારી પ્રસંગે ઉપરનાં વિચારે પ્રગટ થયેલા હતા, પરંતુ બીમારી દૂર થઈ અને શરીર અનુક્રમે નરેગી થયા બાદ જે કઈ મુમુક્ષુ આત્માઓ પિતાની પાસે આવે છે તેઓ અસરકારક ઉપદેશની ધારાથી પ્રતિબંધ પામે છે, તે સર્વને પૂર્વવત્ પ્રભુના સાધુઓ પાસે સંયમ ગ્રહણ કરવા મોકલે છે, અને પોતે પણ પ્રભુના સાધુઓ સાથે વિચરે છે
મરિચિ પાસે કપિલનું આગમન એક અવસરે કપિલ નામે રાજકુમાર મરિચિ પાસે આવી પહોંચે. મરિચિએ હંમેશના નિયમ પ્રમાણે શુદ્ધ સંયમમાર્ગને ઉપદેશ આપે, તેમજ ઉપદેશથી પ્રતિબોધ પામતાં સંયમ ગ્રહણ કરવા માટે કપિલને પ્રભુના ગુણવંત સાધુઓ પાસે જવાની પ્રેરણા કરી. મરિચિ પાસે આજ સુધીમાં સંખ્યાબંધ મુમુક્ષુ આત્માઓ આવી ગયા. તે દરેકને શુદ્ધ માર્ગની ધર્મદેશના આપી પ્રતિબોધ પમાડયા બાદ પ્રભુ તેમજ પ્રભુના સાધુઓ પાસે જઈ પવિત્ર સંયમ-ગ્રહણ કરી આત્મકલ્યાણના પુનિતપંથે પ્રયાણ કરી એ સર્વ મુમુક્ષુ આત્માઓએ મરિચિની પ્રેરણનો અમલ કર્યો, પરંતુ છેલ્લે આવેલે કપિલ રાજકુમાર મરિચિની પ્રેરણાને અમલ કરવા તૈયાર ન થયું. આ રાજકુમાર કપિલે તે સામેથી પ્રશ્ન કર્યો,