________________
શ્રી વિજયધર્મસૂરિ
છઠ્ઠા વર્ષે તેઓ પોતાની જન્મભૂમિમાં પાછા ફર્યા. એ વખતે એમના પિતા ગુજરી ગયા હતા અને માતાજ હૈયાત હતા.
એક વખતના તેફાની અને જુગારી મુળચંદને આ સ્થિતિએ પહોંચેલ જોઈ તેમના કુટુંબને કે આનંદ થયે હશે?
ધર્મવિજ્યજીને બધાને મળતાં આનંદ થયો પણ હવે તે એક કુટુંબના મટી સમરત વિશ્વના થયા હતા અને વિશ્વની ચિંતાઓને જ પિતાની કરી હતી. સમાજની અજ્ઞાન દશા જોઈ તેમને ખૂબ લાગી આવતું અને તે માટે કંઇક ભગીરથે પુરુષાર્થ કરવાની પ્રબળ ભાવના પણ થઈ આવતી. મહુવાનું ચોમાસું પૂરું કરી જયારે તેઓ પરિભ્રમણ કરતાં ગુજરાતમાં આવ્યા ત્યારે એક પછી એક એ ભાવનાઓને મૂર્ત સ્વરૂપ આપવા લાગ્યા. વીરમગામમાં એક સુંદર પુસ્તકાલય સ્થાપ્યું અને તેની નજીકમાં આવેલા માંડળમાં સંસ્કૃત તથા અધ્યાત્મવિદ્યા શિખવનારી પાઠશાળાની શરૂઆત કરી.
' પ્રારંભમાં આ પાઠશાળામાં દશ વિદ્યાથીઓ દાખલ થયા પણ થોડા વખતના અનુભવ પછી