________________
શ્રી વિધર્મસૂરિ તેણે હિમત ન ગુમાવી. ફરી સંમતિ મેળવવા પ્રયાસ કર્યો અને તેના પિતાએ તેની મને દશા પારખી સંમતિ આપી. આથી ઈ. સ. ૧૮૮૭ ના મે માસની ૧૨ મી તારીખે મોટી ધામધુમ સહિત તેણે શ્રમણધર્મ અંગીકાર કર્યો. આ પ્રસંગે તેનું મૂળ નામ બદલીને ધર્મવિજય નામ રાખવામાં આવ્યું.
: ૨ : શ્રમધર્મના મુખ્ય અંગોમાં અહિંસા, સત્ય, અચ્ચર્ય, બ્રહ્મચર્ય, અને અહિંસાવ્રત ઉપરાંત સ્વાધ્યાયને પણ સમાવેશ થાય છે એટલે ધર્મવિજયે વાધ્યાયમાં ચિત્ત પરોવ્યું. પણ અત્યાર સુધી જે રીતે જીવન પસાર કર્યું હતું તેના પરિણામે શરૂઆતમાં તેમની બુદ્ધિ મંદ જણાવા લાગી. પરંતુ એકાગ્રતા પૂર્વક એ દિશામાં આગળ વધતાં ધીમે ધીમે બુદ્ધિમાં તેજવિતા આવી ને ચેડા વખતમાં તે એમાં અપૂર્વ પ્રકાશ જણાવા લાગ્યો.
સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનાં વ્યાકરણે તેમણે સારી રીતે જાણી લીધાં અને જન સૂત્રોનું વાંચન પણ સારી રીતે કરી લીધું. તેમના સમાગમમાં આવનાર માણસ ધર્મવિજયજને બુદ્ધિ-ચમકાર બહુ સારી રીતે જોઈ