________________
શ્રી વિજયવર્મસૂરિ વિચાર યોગ્ય નથી. મને ચેકસ ખાતરી છે કે ત્યાં જવાથી દરેક પ્રકારે લાભ જ છે!'
પિતાના કાર્યની સિદ્ધિ માટે એક મંગળ પ્રભાતે છ સાધુઓ તથા ૧૦ શિષ્ય સાથે તેમણે ગુજરાત છોડયું. લેકે આશ્ચર્યચકિત નયને તેમને દૂર દૂર જતા નિહાળી રહ્યા.
વિદ્યાર્થીઓને ભણાવતાં, શિષ્યોને સહનશીલતાની, તાલીમ આપતાં, રસ્તામાં આવતા લેકેને ધર્મને ઉપદેશ આપતાં અને અનેક મુશીબતે વેઠતાં તેઓ સં. ૧૯૫૯ ની અક્ષય તૃતિયાયે કાશી પહોંચ્યા. કાશીમાં કોઈ પણ માણસ તેમનું પરિચિત ન હતું. વળી જૈન પ્રત્યે ત્યાંના સનાતની પંડિતોને ભારે સૂગ હતી એટલે પ્રથમતો સ્થાન મેળવતાં જ બહુ મુશ્કેલી પડી.બહુ પ્રયત્ન પછી એક પુરાણું ધર્મશાળા ઉતરવા માટે મળી શકી. ચાંચડ માંકડ કે જીવજંતુઓને ત્યાં ટેટ ન હતું. તે બધાંજ આ મંડળીની સહનશીલતાની કસોટી કરતાં હતાં પણ જેઓ અનેક જંગલ અને પહાડો વટાવતાં, લુખા સુકા ભાખરા ખાતાં અહીં આવ્યા હોય તે એવી કસોટીમાં કેમ નિષ્ફળ જાય?