SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ tઉત્તરાધ્યયન સૂત્ર જગતમાં રહેલા ત્રસ (જંગમ) અને સ્થાવર જીવે ઉપર મન, વચન અને કાયાથી દંડ આરંભ નહિ (અર્થાત્ તેમની હિંસા મ કરવી). ૧૦ શુદ્ધ ભિક્ષાને જાણીને ભિક્ષુ તેમાં પિતાના આત્માને સ્થાપે– તે સ્વીકારે, સંયમયાત્રાને માટે જ ભિક્ષાનો ગ્રાસ સ્વીકારે અને રસમાં આસક્ત ન થાય. ૧૧ ભિક્ષુએ નીરસ અને ઠંડા આહાર, જૂના અડદના બાકળા અથવા બુકસ અને પુલાક જેવાં અસાર ખાધો સ્વીકારવાં તથા શરીરનિર્વાહ અર્થે મંથુ બેરકૂટા)નું પણ સેવન કરવું. ૧૨ જેઓ લક્ષણશાસ્ત્ર (સામુદ્રિક), સ્વપ્નશાસ્ત્ર અને અંગવિદ્યાને પ્રવેગ કરે છે તેઓ સાધુ ગણતા નથી–એવું આચાર્યોએ કહેલું છે. ૧૩ ૧. શરીરનાં અંગ ફરકે તે ઉપરથી શુભાશુભ ફળ જાણી લેવાનું શાસ્ત્ર. લક્ષણ, સ્વમશાસ્ત્ર અને અંગવિદ્યાનો વિગતથી ખ્યાલ આપતાં સંસ્કૃત-પ્રાકૃત અવતરણ કાઈ પ્રાચીન ગ્રંથમાંથી નેમિચન્દ્રની ટીકામાં આપેલાં છે. સાસુદિક ઉપરથી મનુષ્યની પ્રકૃતિ કહેવાની તથા સ્વો અને અંગોના ફરકવા ઉપરથી ભવિષ્ય કહેવાની જે એક પરંપરા હતી તે એમાંથી જાણવા મળે છે. લક્ષણશાસ્ત્રને લગતો ભાગ અનુપમાં છે, જ્યારે સ્વપ્રશાસ્ત્ર અને અંગવિદ્યા વિશેનાં અવતરણો અનુક્રમે ચૌદ અને સાત પ્રાકૃત ગાથાઓમાં છે जगनिस्सिएहि भृएहिं तसनामेहिं थावरेहिं च । नो तेसिमारभे दण्डं मणसा वयसा कायसा चेय १० सुद्धसणाउ नच्चाण तत्थ ठवेज्ज भिक्खू अप्पाणं । जायाए घासमेसेज्जा सगिद्धे न सिया भिक्खाए पन्ताणि चेव सेवेज्जा सीयपिण्डं पुराणकुम्मासं । अदु बकस पुलागं वा जवणट्टाए निसेवए मंधु जे लक्रवणं च सुमिण' अगविज्जं च जे पउञ्जन्ति ।। न हु ते समणा बुचन्ति एवं आयरिएहिं अक्खायं १३ ૨. વિ. શાક /
SR No.006018
Book TitleUttaradhyayan Sutra
Original Sutra AuthorN/A
AuthorBhogilal J Sandesara
PublisherGujarat Vidyasabha
Publication Year1952
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy