________________
પ્રાસ્તાવિક
“ઉત્તરાધ્યયન સૂત્ર એ જૈન આગમ સાહિત્યના સૌથી સમાન્ય, પ્રાચીન અને લોકપ્રિય ગ્રન્થ પૈકી એક છે તથા ચાર મૂલસૂત્રો (“આવશ્યક સૂત્ર” “દશવૈકાલિક સૂત્ર” “ઉત્તરાધ્યયન સૂત્ર” અને “પિંડનિર્યુક્તિ
અથવા “આઘનિયંતિ')માં એને સમાવેશ થાય છે. “ઉત્તરાધ્યયન સૂત્રનાં ૩૬ અધ્યયન છે. એમાંનાં છેવટનાં થોડાંક અધ્યયનોને બાદ કરતાં બાકીનાં ભાષા છરચના અને વિષયનિરૂપણની દૃષ્ટિએ અગમસાહિત્યના પ્રાચીનતમ સ્તરમાં સ્થાન પામે છે. “ઉત્તરાધ્યયન સુત્ર'ની નિક્તિમાં ભદ્રબાહુસ્વામી કહે છે કે એનાં ૩૬ અધ્યયનમાંનાં કેટલાંક અંગસાહિત્યમાંથી (ટીકાકાર શાન્તિસૂરિએ આપેલી સમજૂતી મુજબ, પ્રાચીનતમ બારમું અંગ દૃષ્ટિવાદ, જે નાશ પામી ગયું છે તેમાંથી) ઉદ્ધત કરવામાં આવ્યાં છે. બીજી એક પરંપરા પ્રમાણે, ભગવાન મહાવીરે નિર્વાણ પહેલાં સોળ પહોરની દેશના આપી, એમાં ૫૫ અધ્યયન પુણ્યફળના વિપાકનાં તથા ૫૫ પાપફળના વિપાકનાં કહ્યાં. ત્યાર પછી તેમણે, પૂજ્યા વિના, ‘ઉત્તરાધ્યયન સૂત્ર'નાં ૩૬ અધ્યયન કહ્યાં. આથી આ ગ્રન્થને “અપષ્ટ વ્યાકરણ” પણ કહેવામાં આવે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર'નાં ૩૬ અધ્યયનમાં કોઈ એક વિષયનું સળંગ, તર્કબદ્ધ નિરૂપણ નથી; બલકે, એમ કહી શકાય કે જેન ધાર્મિક વિષયે સાથે એક અથવા બીજી રીતે સંબંધ ધરાવતી ૩૬ વિભિન્ન કૃતિઓને એમાં સંગ્રહ છે. એ કૃતિઓ મોટે ભાગે પદ્યમાં છે, પણ થોડીક ગદ્યમાં છે. આ સર્વ રચનાઓને વિદ્વાને એક સમયની કે એક લેખકની ગણતા નથી. એમાં જૂનામાં જૂને અંશ શ્રમણને ઉદ્દેશાયેલાં ઉપદેશવાનાં,
૧. બીજું અધ્યયન “પરીષહ” દષ્ટિવાદમાંથી ઉઠરેલું છે, એમ ટીકાકાર શાન્તિસૂરિ લખે છે.