________________
દ્વાર ૧લું (૧૦ અદ્ધાપચ્ચખાણ ).
• ૮ એ પ્રમાણે આ દીપક ન હલવાય ત્યાં સુધીનું પચ્ચક વિપરિત દીવસહિયં,
એ પ્રમાણે કરેલે કઈ પણ પ્રકારને સંકેત પૂર્ણ થયા પહેલાં જે મુખમાં કઈ ચીજ પડી જાય તો તે પચ્ચખાણને ભંગ થયો-કર્યો જાણીને તેનું પ્રાયશ્ચિત્ત ગુરુ પાસે લેવું પડે છે
૨૦ સદા પ્રહલાદ–અદ્ધા એટલે કાળ તે મુહૂર્ત પ્રહર બે પ્રહર દિવસ પક્ષ માસ ઈત્યાદિ જાણ, અને તે મુહૂર્ત આદિ કાળની મર્યાદાવાળું જે નવકારસી-પરિસી-સાદ્ધ પિરિસીપુરિમ અવદ એકાસણું, ઉપવાસ વિગેરે પશ્ચ૦ તે અદ્ધા પચ્ચ કહેવાય, તેના ૧૦ પ્રકાર છે તે આગળની ત્રીજી ગાથામાં કહેવાશે. એ પ્રમાણે પચખાણના=પ્રત્યાખ્યાનના મૂળ ૧૦ ભેદ કહ્યા એમાં છેલ્લાં બે પ્રત્યાખ્યાન પ્રતિદિન ઉપયોગી જાણવાં. // તિ ૨૦ પ્રાથોનમેલા
૧ આ સંકેત પચ્ચખાણો એક અથવા ત્રણ નવકાર ગણીને પારવાં. ત્યારબાદ ભૂજન કરીને પુનઃ પણ એ સંકેત પચ્ચખાણ કરી શકાય છે, અને એ પ્રમાણે વારંવાર સંકેત પચ્ચખાણ ધારવાથી ભેજન સિવાયનો સર્વકાળ વિરતિપણામાં લેખાય છે. દરરોજ એકાસણું કરનારને એ પચ્ચ થી એક માસમાં લગભગ ૨૯ ઉપવાસ અને બેસણું કરનારને લગભગ ૨૮ ઉપવાસ જેટલો લાભ મળે છે. તથા એકાસણું બેસણું આદિ રહિત છૂટો શ્રાવક પણ દરરોજ એ પચ્ચખ્ખાણ વારંવાર કરે તો અદ્ધા પચ્ચ૦ માં આગળ કહેવાશે તેવી રીતે પણ તેને વિરતિપણાને સારો લાભ મળે છે, માટે ક્ષણ માત્ર પણ અવિરતિ નહિ ઈચ્છનારા શ્રાવકને ( તથા સાધુને પણ) આ પચ્ચખાણું પ્રતિદિન અને વારંવાર ઉપયોગી છે. તેમજ ૧૦ મું અધ્ધાપત્યા પણ શ્રાવકને અને સાધુને પ્રતિદિન ઉપયોગી છે.
+ “પચ્ચખાણુ” એ પ્રાકૃત શબ્દ છે, અને “પ્રત્યાખ્યાન” એ સંસ્કૃત શબ્દ છે, તેની વ્યુત્પત્તિ (શબ્દાર્થ) આ પ્રમાણે-તિ-પ્રતિકૂળપણે સા=મર્યાદા વડે થાન=કહેવું અર્થાત્ અમુક રીતે નિષેધ કહે= કરવો તે પ્રત્યાઘાન કહેવાય.