________________
૧. શ્રી-ગષભ-દેવ-જિન–સ્તવન
પ્રીતિ-અનુષ્ઠાનઃ [આદિ-ધાર્મિક જીવને પ્રથમ દેવ-ગુરુ-ધર્મ તરફ પ્રીતિ ઉત્પન્ન થાય છે, ત્યારે તે પ્રીતિ કેની સાથે કરી હેય, તે સૌથી વધુમાં વધુ ચડીઆતી ગણાય ? તે અહીં નક્કી કરી આપવામાં આવેલ છે.] [ રાગ-માસ “કર્મ પરીક્ષા કરણ કુંવર ચાલ્ય, એ દેશી.] ઋષભ-જિનેશ્વર પ્રીતમ માહરે રે
ઓર ન ચાહું રે કંત. રીઝ સાહિબ સંગ ન પરિહરે. રે
ભાંગે સાદિ-અનંત. ઋષભ૦ ૧ [ પ્રીતમ=પ્રિયતમ, પતિ, વધુમાં વધુ વહાલે. એર=અવર; બીજે કંત કાન્ત; કંથ; પતિ. રીઝયોઃખુશી થયેલ. સાહિબ=સ્વામિ, માલિકપતિ. સંગ=સંબંધ. પરિહરેઃછોડે છેડી દે. ભાંગે=વિકલ્પ. સાદિ-અનંતર શરૂઆત સહિત અને અંત રહિત.].
સુમતિ–શ્રીષભજિનેશ્વર જ મારા પ્રિયતમ– વહાલામાં વહાલા પતિ છે. કેમકે હું તેમના શિવાય બીજાને પતિ તરીકે ચાહતી જ નથી. હું તેને એવી દઢ રીતે ચાહું છું કે-મારા એ સાહિબ–મારા એ માલિક–મારા ઉપર પૂરેપૂરા