________________
શૂન્યરૂપ બની જતો નથી. પાણીમાં પાણી લાગે અને પિતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ ગુમાવી દે, તેમ પરમાત્મામાં ભળી જઈને પિતાનું વ્યક્તિત્વ સર્વથા ગુમાવી દેતા નથી. પરંતુ સિદ્ધ શિલા ઉપર બીજા સિદ્ધ આત્માઓ સાથે ભળી જવા છતાં પિતાના આત્મ પ્રદેશરૂપ સ્વતંત્ર દ્રવ્ય સાદિ અનંતકાળ સુધી ઓછી વધતી પિતાની 3 અવગાહના રૂપ ક્ષેત્રમાં અને તથાભવ્યતાદિકને વેગે પ્રગટ કરેલા પિતાનાજ જ્ઞાનાદિ અનંત ગુણે રૂપી ભાવથી પિતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જાળવી રાખે છે. અને અક્ષય દર્શનઃ જ્ઞાનઃ તથા ચારિત્ર વિગેરે ગુણોથી સદા જાગ્રતઃ સર્વજ્ઞ ભાવે-મુક્તક સ્વરૂપે જાગ્રત રહે છે. જરાક પ્રમાદ કે એવું કાંઈ આવી પડે તે પાછો તે આત્મા સંસારમાં આવી પડે. પણ તેમ બનવાનું કાંઈ કાણુ જ નથી હોતું.
એ રીતની સદાકાળની જાગૃતીમાં પણ તે આત્માને રવ આત્મિક બળનો સહજ રીતે ઉપયોગ કરવાનું હોય છે.
સિદ્ધની શોભા શી કહું ? સિદ્ધ જગત શિર શેલતા, રમતાં આતમરામલક્ષમી.લીલાની શહેરમાં સુખિયા શિવાય સિદ્ધ
[ વીરવિજય મહારાજ ] સ્તવનકારના આશયથી વિરુદ્ધ જૈનશાસ્ત્રના આશયથી વિરુદ્ધ, ગેર સમજથી, અજ્ઞાનથી, જાતિથી, કોઈ પૂર્વ ગ્રહથી, અલ્પ બુદ્ધિથી, કે કોઈ બીજી રીતે જે કાંઈઅયથાર્થ સવરૂપે લખાયું હોય, તે તે નિમિત્તે થયેલા દુષ્કૃત્યો મિથ્યા