________________
જેમ જેમ મનાદિકના યોગનું બળ ઘટે, તેમ તેમ આત્મિક વય વધતું જાય. એ સમજ્યા પછી, ૪ થી ગાથા બરાબર સમજાશે. પાંચમી ગાથા પણ આગળ બરાબર સમજાવી છે. આ રીતે આ સ્તવનમાં આત્મિક વીર્ય અને વીરતાની સુંદર ચર્ચા કરી છે.
વીર્ય વિષેની આવી તાત્વિક વાત જૈન દર્શન સિવાય જગતના બીજા કોઈ પણ સાહિત્યમાં સીધી કે આડકતરી રીતે તથા સ્પષ્ટ અને વ્યવસ્થિત રીતે જણાતી નથી.” એમ શ્રી આનંદ ઘનજી મહારાજ કહે છે. આ નવીનતા છે. તે તેમણે “વીરપણું તે આતમ ઠાણે, જાયું તુમચી વાગ્યે. રે” આ પદોથી જણાવેલ છે.
જૈન ધર્મ ઉપર શ્રદ્ધા કરીને તેને આશ્રય લેનારાઓને “કાંઈ પણ ગુમાવવાનું નથી હોતું. પરંતુ, “તેમના ભલાને માટે તેને ઉત્તમવિશિષ્ટતમ સચોગોની પ્રાપ્તિ થાય છે.” એમ સમજવું. - જ્યારે, આત્મા ખૂબ શક્તિશાળી–સંપૂર્ણ વિકસિત. વીર્યવાળે–બને છે, ત્યારે તેને કાયાદિક ગની ક્રિયા અસર કરી શકતી નથી. અને આઠ ચક પ્રદેશે તે અયોગી હેવાથી, સદાય કર્મના આવરણ રહિત જ રહે છે.
શ્રી કેવળી ભગવંતો પણ કાયાદિકની પ્રવૃત્તિ વિહાર વિગેરેમાં કરતા હોય છે. દેશના વખતે વચનગની પ્રવૃત્તિ કરતા હોય છે, તથા અનુતર વિમાનવાસી દેવેને દ્રવ્ય. મનથી ઉત્તર દેવામાં મનની પ્રવૃત્તિ કરતા હોય છે. પરંતુ