________________
૨૨૯ ૨૩. શ્રી–પાર્શ્વનાથ-જિન–સ્તવન. શરીર–પ્રમાણ–આત્માની વિભુતા–લોકાડ-લોકસવ દ્રવ્ય ક્ષેત્ર કાળઃ ભાવમાં વ્યાપકતા.
આત્માના સર્વજ્ઞપણની શકિતઃ [ તીર્થંકર ભગવાન કેવળજ્ઞાન પામી સર્વજ્ઞ બન્યા હોય છે. પરંતું શરીર પ્રમાણુ જેટલા એક ક્ષેત્રમાં રહેલે સર્વજ્ઞ આત્મા ત્રણ કાળના અને લેકા લેકનાં સઘળાંયે દ્રવ્ય અને પર્યાય રૂ૫ ગ્રેને કઈ રીતે જાણી શકે? એ પ્રશ્ન ઉભો થાય છે. માટે આત્મ-દ્રવ્યને નૈયાયિકની જેમ “સર્વ વ્યાપક માનવું જોઈએ.” અથવા “બીજા દ્રવ્ય સાથે પરસ્પર પરિણમન પામે છે.” એમ માનવું જોઈએ. તે સુક્ષ્મ પ્રશ્ન: અને તેનું સૂક્ષ્મ સમાધાનઃ આ સ્તવનમાં કરવામાં આવેલું છે. ]
(રાગ સારંગ રસિયાની દેશી.] પ્રવ-પદ-રામી ! હે સ્વામિ ! માહરા.
નિકામી ! ગુણરાય ! સુ-જ્ઞાની ! નિજ ગુણકામી હા પામી તું ધણી,
પ્રવ-આરામી હે થાય. સુ-જ્ઞાની! ૧
ધ્રુવ-પદ-આત્મ-પ્રદેશમાં કશીયે ચંચળતા વગરના આત્માની તદ્દન સ્થિર અવસ્થા. ધવ-પદ-રામી શેલેશીકરણ કરી, નિશ્ચળ થઈ રહેલે આત્મા મોક્ષમાં એકજ ઠેકાણે રહે છે. તેથી ધ્રુવ-પદ-સ્થિર–સ્થાનમાં રમણુતા કરતા સ્વામિક