________________
લોક અને અલોકના આધાર ભૂત હોવાથી તે બન્નેય દર્શનો શ્રી જિનેશ્વર દેવના મોટામાં મોટા બે હાથ છે, માટે તેને પણ તે રીતે સમજીને ભજવા જોઈએ જ. ૩
- બૌદ્ધો દરેકે દરેક વસ્તુને વિશેષ માને છે. અને ક્ષણિક માને છે. અને વેદાંત એક રૂપ: અભેદરૂપ: અને સદા નિત્ય જગત માને છે. એ બનેય માન્યતાઓ એકાન્ત રૂપ હેવાથી ખેતી કરે છે, પરંતુ શ્રી જિનેશ્વર પ્રભુના અંગ તરીકે ગણવાથી તે બન્નેય વાત બરાબર વિશ્વમાં ઘટે છે. જગતમાં એ કોઈ પણ પદાર્થ નથી, કે જેમાં ઉત્પત્તિ વ્યય: અને સ્થિરતા એ ત્રણ તત્વ ન હોય દીવાથી માંડીને આકાશ સુધીના લેકાલેકના તમામ પદાર્થોમાં એ ત્રણ તત્ત્વ છે. દીવે થાય છે, અને ઠરી જાય છે, છતાં પરમાણુ રૂપે સ્થિર છે. આકાશ નિત્ય છે પણ તેમાં અવકાશ દાન પર્યાય દરેક વસ્તુ પાર ઉપજે છે, અને મટે છે. માટે, ઉત્પતિ અને નાશ એ બૌદ્ધોને મતઃ તથા નિત્યપણું એ વેદાંતને મતઃ એ બન્નેય જિન દર્શનમાં બરાબર ઘટે છે આખી વિશ્વ વ્યવસ્થા તેને આધારે જ રહેલી છે. લોકાયતિક કૂખ જિનવરની.
અંશ વિચારી ને કીજે રે તત્ત્વ-વિચાર-સુધારસ–ધારા
ગુરુ–ગમ–વિણ કિમ પીજે? રે ૫૦ ૪ [[લોકાતિક ચાર્વાક દર્શન કૂખ-પેટ. અંશ= વિભાગ. વિચારી=વિચાર કરીને. તત્વવિચાર-સુધા