________________
૧૬૧
કહે છે, અને ઝપાટા બંધ સ્વાત્મસ્થ બનતો જાય છે. એ રીતે તે અવસ્થામાં જેટલી સાધના કરે છે, તે હિસાબે પૂર્વની સાધનાઓ કાંઈ હિસાબમાં નથી હોતી. એ હિસાબે વ્યવહારસાધના બહુ સ્વલ્પ ગણાય છે, અને શુદ્ધ નયના અનુભવના વખતની સાધના ઘણી જ ઘણું હોય છે.
એક–ખી લખ પ્રીતની
તુમ સાથે જગ-નાથ !. રે કૃપા કરીને રાખજો
ચરણ–તલે ગ્રહી હાથ. રે ધ. ૮ [ એક પછી એક તરફી. લખ લક્ષ્ય. ]
છે કે, હે જગન્નાથ પ્રભો! હાલમાં તો તમારી સાથે પ્રીતિનું એક તરફી મારું લક્ષ્ય છે, કેમકે-આપ સ્વ-સમયમાં થિત છે. હું પર સમયમાં સ્થિત છું. જે આપ મારી સાથે પ્રીતિ જોડે, તો આપ પર સમયમાં સ્થિત થઈ જાઓ. એટલે મારી પ્રીતિ એક તરફી જ છે. પરંતુ, જ્યાં સુધી હું પરમનિશ્ચય નયને અમલ કરવાની શકિત ન પામું, ત્યાં સુધી, દયા કરીને, મારો હાથ પકડી આપના ચરણ-કમળના તળ ઉપર જ રહેવા દેજે–મને આપને તાબે જ રાખજે. કેમકે– ત્યાં સુધી મારે આપ જેવા પરને તાબે રહેવું જરૂરી છે. કારણ કે હું હજુ સાધક દશામાં છું. સિદ્ધદશામાં આવ્યો નથી. ૮
-
૧
)
૧૧