________________
૧૪૯ છે. અથવા આ પણ એક આશ્ચર્ય મારા મનમાં છે, કે–તે (૧) ઠગપણ દેખાતું નથી. (૩) ને શાહુકાર પણ નથી. તથા (3) સૌમાં છે ને સૌથી અલખ્યું છે. કોઇવાર આપણને છેતરીને ઠગની માફક અવળે માર્ગે દોરવી જાય છે, અને કઈ વાર સાચું ભાન કરાવીને શાહુકારની માફક બચાવી પણ લે છે. એટલે તે કેવું છે ? તે કહી શકાતું નથી. જે જે કહું, તે કાન ન ધારે.
આપ–મતે રહે કાલે. સુરઃ નર; પંડિત-જનઃ સમજાવે.
સમજે ન માહરે સાલો. હે ! કુ ૦ ૬
[ કાન ન ધારે-સાંભળે નહીં, ‘યાનમાં ન લે, આપમતેપિતાની ઈચ્છાએ, સ્વછંદથી. કાલે મુગ્ધ, ભેળે અને ઉદ્ધત. સુર=દે, નર=મનુષ્ય. પંડિત-જન=વિદ્વાન લોકે, મારે સાલ-મારૂં સાળું.].
હું જે જે શિખામણ આપું છું, તે તો તે સાંભળતું જ નથી. અને કાલાવેડા કરીને પોતાની મરજી પ્રમાણે સ્વચ્છેદ રીતે જ વર્તે છે. દેવ, મનુષ્યો અને પંડિત લેકે ગમે તેટલું સમજાવે, તો પણ એ મારું સાળું કાંઈ સમજતું જ નથી. શું કરવું? કોઈ ઉપાય સૂજતો જ નથી. કોઈનું કહ્યું તે માનતું જ નથી. એટલું બધું તે ઉદ્ધત છે. મેં જાણ્યું “એ લિંગ ન-પુસંક.”
સકલ-મરદને ઠેલે.