________________
૧૦૯ દેવ-ગુરુ-ધર્મની શુદ્ધિ કહો કેમ રહે?
કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે? શુદ્ધ-શ્રદ્ધાન-વિણ સર્વ-કિરિયા કરી, છાર પર લીંપણું તે જાણે.
ધા. ૫ [ શુદ્ધ-શ્રદ્ધાનશુદ્ધ શ્રદ્ધા, શુદ્ધ સમકિત. આણે= આ. લવાયેલ, છારઃખાર રાખ. ]
જો તે પ્રમાણે જિનવચનને સાપેક્ષ વ્યવહારને આશ્રય કરવામાં નહીં આવે, તો ૬ દેવ ગુરુ અને ધર્મની શુદ્ધિશુદ્ધ આરાધના કઈ રીતે ટકી શકે? તથા આણેલી શુદ્ધ શ્રદ્ધા શી રીતે ટકી શકે ? તે કહો.
જો તે ટકે નહિ, તો પછી ૮. શુદ્ધ-શ્રદ્ધાન-વિનાની સર્વ ક્રિયા કરી હોય, તો તે ખાર રાખ ઉપર કરેલા લીંપણ જેવી થાય છે. તે લીંપણને તુરત ઉખડી જતાં શી વાર લાગે છે ? તે ટકી શકતું જ નથી. તે પ્રમાણે તે ક્રિયા પણ સફળ થશે નહી. બાણાવળી લક્ષ્યવેધી બાણ ફેકે કે બરાબર તે લક્ષ્ય વધેજ. તે પ્રમાણે આગમમાં બતાવેલી દરેક ક્રિયાઓ તો લક્ષ્યવેધી. બાણ જેવી સફળ હોય છે. પરંતુ તે સમ્યકત્વ પૂર્વક આગમની આજ્ઞા અનુસાર તીર્થકર દેવોને આદર્શ પુરૂષો તરીકે સામે રાખીને ગીતાર્થ ગુના માર્ગ દર્શન અનુસાર કરવામાં આવે, તો બરાબર લક્ષ્યવેધી–સફળ–જે ક્રિયાનું જે આત્મવિકાસની ઉચ્ચ ભૂમિકા રૂ૫ ફળ બતાવ્યું હોય છે, તે મળે જ