________________
ઉચ્છેદ તાવે છે, પરંતુ પંડિતજીએ કરેલ અર્થ જે તેમની સમજમાં ઉતરી જાય, તે તે બિચારા સ્વ–પર આત્મહિત ઘાતક ગેરસમજમાંથી જરૂર બચી જાય.
સાપેક્ષ વ્યવહાર નય એ શુદ્ધ વ્યવહાર છે. અને નિરપેક્ષ વ્યવહાર એ અસતા અને સંસારવધક છે. તથા કેટલાક સામાન બાળકને એવી દેશના પસંદ પડે એ સ્વાભાવિક છે. અને એ વર્ગ એકાંત નિશ્ચય નયની વાતેના પડદા પાછળ જડવાદ તરફ ઘસડાઈ રહ્યો છે. આથી કરીને શુદ્ધ ભાવની વાત કરવા છતાં તે વર્ગ યત્કિંચિત્ પણ શુભમાં હતું. તેથી વંચિત થઈને પરિણામે અને વાસ્તવિક રીતે અશુભ ની ગર્તા તરફ ધકકેલાઈ રહ્યો છે. આટલાજ માટે એકાંત નિશ્ચય વાદીને પૂર્વ પુરુષોએ નાસિકની કોટિમાં ગણે છે.
આ જડવાદના સંજોગોમાં પણ કુટુંબગત રૂઢિથી પણ સીધે રસ્તે ચાલ્યા જતા અનેક જૈન કુટુંબેમાંની વ્યક્તિઓને બુદ્ધિભેદ થયા પછી, તેના વારસામાં એ વસ્તુ જવાથી, તેના ભાવિ સંતાનના હાથમાં શુદ્ધ ભાવ ખરેખરા રૂપમાં આ કાળે આવે નહીં, અને શુભથી પણ વંચિત રહે, એ સ્થિતિમાં તેના વારસદાર સંતાન પરંપરાનું શું?
અને કદામ અનાર્ય ધર્મોના અને તેની રૂઢિઓના અસાધારણ પ્રચારના બળથી, અહીંના ધમથી વંચિત થયેલા એ ભાવિ સંતાને કદાચ તે ધર્મોમાં પ્રવેશ કરે, કે કઈ પણ પ્રકારના ધર્મ રહિત, કે ધર્મનેજ ન માનનારા, ધર્મ તરફ અણગમ ધરાવતા, થાય, તે તે બિચાર જેના અ-કલ્યાણનીમાર્ગ ભ્રષ્ટતાની જવાબદારી કોની ?
આજે શ્રી સંધને આ બાબતથી ભાવ પ્રજાના ધર્મ સંસ્કારવિષે ચિંતા થઈ રહી છે. તેમાં સૌએ મળીને વિચાર કરીને યોગ્ય