SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ સાચા પ્રેમને માર્ગ, રેલવે માર્ગ નથી. ૭૫ ક્યાંય જ નથી.એમ કહી ટ૫મને ઝારાને પકડનારા સુભગ હાથને પોતાના હાથ વડે દબાવ્યા. બાનુએ પિતાનું મેં બાજુએ ફેરવી દીધું અને કહ્યું, “પુરુષો એવા ઠગારા હોય છે...” ખરી વાત, ખરી વાત; પણ બધા જ નહિ. એક જણ એ જીવે છે, જે પોતાનું આખું જીવન એક જણના સુખ માટે ડૂલ કરવા તૈયાર છે – જે માત્ર તેની દેવીની આંખમાં જ જીવી રહ્યો છે – જે તેની દેવીનાં હાસ્યોમાં જ પ્રાણ ધારણ કરી રહ્યો છે – જે તેની દેવી માટે જ જીવનનો ભારે બોજ વહન કરી રહ્યો છે.” “ખરેખર એ કોઈ પુરુષ હશે ખરે – ” કાયલ કાલું કાલું ટહુકી. હા, હા, છે ; તે અ ા છે!અને બાનુ તેમને ઈરાદે સમજી શકે તે પહેલાં મિત્ર ટ૫મન ટ૫ દઈને તેની આગળ ઘૂંટણિયે પડયા. મિ. ટપમન, ઊઠે, આ શું કરે છે “ના, તમે તમારા સુંદર મુખે કહેશો કે, “હું તમને ચાહું છું,” તો જ હું ઊઠીશ, નહીં તો, ભલે ઉંમરભર અહીં આમ જ રાહ જોવી પડે તો પણ તૈયાર છું -” મિ. ટપમન,” ફઈબા માં આડું ફેરવીને બેલ્યાં, “મારાથી એ શબ્દ બેલી નહીં શકાય- પશુ–પણ- તમે મારે માટે પરાયા નથી.” મિ. ટપમન આ શબ્દો સાંભળતાં જ તરત ઊભા થઈ ગયા અને ફઈબાના ગળાની આસપાસ પોતાનો એક હાથ વીંટી દઈ (બીજો હાથ દુર્ભાગ્યે ઝોળીમાં હતો) ઉપરાઉપરી તેમના હેઠને ચૂમવા લાગ્યા. અને ક્યાંય સુધી તે એમ ચૂમ્યા જ કરત, પણ અચાનક ફઈબા ધ્રાસકો પડ્યો હોય તેવા અવાજે બોલ્યાં – “મિટપમન, આપણને કોઈ જુએ છે!”
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy