________________
શિકાર, ક્રિકેટ, ખાણું અને પીણું જન પણ તેને ઓળખી, બેઠો થઈ તેના તરફ ધસી ગયા. પેલે ઊઠીને તરત નાસવા ગયો. પણ જેને તરત તેનું ગળું પકડયું અને પોતાની માનું શું કર્યું તે તેને પૂછવા માંડયું. પેલાએ કશે જવાબ ન આપ્યો, એટલે તેણે પોતાના હાથની ભીંસ વધુ જોરદાર બનાવી. છેવટે પેલે મડદું બની નીચે પડ્યો ત્યારે જ જન કંઈક હસમાં આવ્યો.
“ઉપરને બનાવ બન્યા પછી ત્રણ વર્ષ સુધી એક જણ મારી નોકરીમાં રહ્યો હતો, જે અત્યારે તો પિલા કબ્રસ્તાનમાં દટાયેલો પડ્યો છે. તે બહુ નમ્ર, સાલસ થા હંમેશ પસ્તાવો કર્યા કરતો માણસ હતો. મારા સિવાય તે કોણ છે એ કોઈ જાણતું ન હતું. તે જૉન એડમડ્ઝ હતો – પાછા ફરેલો અપરાધી.”
શિકાર, ક્રિકેટ, ખાણું અને પીણું
આજે દિવસે ભલા મિ. કૅલે મહેમાનો માટે શિકારપાર્ટી ગોઠવી હતી – રૂક નામના કાગડાઓનો શિકાર કરવા માટે. જે ઝાડ ઉપર તેમના માળા હોય ત્યાં જઈ તેમને એક બાજુ ધાંધલ કરીને ઉડાડવાના; અને તેઓ ઊડે એટલે બંદૂકથી તેમનો શિકાર કરવાનો. મિ. વિકલ રમતગમત – શિકાર વગેરે બાબતોના નિષ્ણાત હેવાની
ખ્યાતિ હોવાથી મિત્ર વર્ડલ ઉપરાંત તેમને માટે પણ બંદૂક તૈયાર કરવામાં આવી હતી. બીજા બધા તો મેદાની-મરદાની રમતગમતના નિષ્ણાત હોવાનો દાવો ન કરતા હોઈ, માત્ર પ્રેક્ષક તરીકે સાથે જવાના હતા.