________________
૫૮
પિકવિક લખ “વાહ, તમે ક્યાં ગયા હતા ! અમે તો ક્યારના રાહ જોઈને થાક્યા. પણ આ શું? આટલા બધા ઉઝરડા શાના? હે ગાડી ઊંધી વળી ગઈ ખરું? કંઈ વાગ્યું કર્યું નથી ને? તો તો ઠીક; એવા અકસ્માતો આ ભાગમાં અવારનવાર થયા જ કરે છે. અરે એય જેસફ, આમના હાથમાંથી ઘડે લઈ લે અને આપણું તબેલામાં લઈ જા.”
મિ વોર્ડલે પછી એ લોકોને લઈ પિતાને મકાને જતાં, રસ્તામાં, અકસ્માતની જેટલી વિગતો એ લોકોએ કહેવા યોગ્ય માની, તેટલી સાંભળી લીધી. પછી પોતાનું ઘર આવતાં તે બધાને પ્રથમ તે મકાનની પાછળ રસોડા તરફ લઈ ગયા.
અહીં જરા હાથ-મેં જોઈ, ઠીકઠાક થઈ લે, પછી ઘરનાં માણસો પાસે તમારી રજૂઆત કરું.”
તેમણે રસોડામાં હાજર રહેલી નોકરડીઓમાંથી એમને પીણું લાવવા કહ્યું, મેરીને ટુવાલ તથા પાણી લાવવા કહ્યું, અને જેનને સોયદો લાવવા કહ્યું. ત્રણે ધિંગી છોકરીઓએ દોડાદોડ કરી મૂકી. બે-ત્રણ પુરુષ નોકરો પણ તાપણી આગળથી ઊઠી, દોડાદોડ કરી, જોડા સાફ કરવા તથા પોલિશ કરવા જોઈતી સાધનસામગ્રી લઈ આવ્યા.
બરાબર સાફસૂફ થઈ, કપડાંને પડેલા ચીરા સંધાવી લઈ જોડાને બ્રશ–પોલિશ કરાવી લઈ તથા પીણાં વગેરે પીને, જ્યારે ચારે મિત્રો બેઠકખાનામાં દાખલ થયા, ત્યારે મિ. વોર્ડલે પોતાનાં કુટુંબીજનો તથા બીજા હાજર પરિચિત અને આમંત્રિતોની અરસપરસ ઓળખ કરાવવા માંડી.
પ્રથમ તો મિત્ર વોર્ડલનાં ઘરડાં મા. તેમને કોઈ પણ વાત જાણી જોઈને “મને ન સંભળાયું” કહીને ફરી ફરી પૂછવાની ટેવ હતી. થોડુંક ઘડપણનું પણ કારણ હશે. મિત્ર વર્ડલે એક બે વખત બૂમ પાડીને મિપિકવિકની ઓળખાણ કરાવી, ત્યારે તે ડોશી, ઘરડાં