________________
પ્રકાશકનું નિવેદન
જગવિખ્યાત અંગ્રેજ નવલકથાકાર ચાર્લ્સ ડિકન્સ(૭-૨-૧૮૧૨ થી ૯-૬-૧૮૭૦)ની તેવી જ વિખ્યાત કટાક્ષ-કથા ‘પિકવિક પેપર્સ’તે વિસ્તૃત ગુજરાતી સંક્ષેપ ગુજરાતી વાચક સમક્ષ રજૂ કરતાં આનંદ થાય છે.
ડિકન્સે એકસાથે હાસ્ય અને નવલકથાના રસ ભેગા કરીને એક અનેાખું સર્જન કર્યું છે. પિકવિક નામના એક તવંગર અને નિવૃત્ત સગૃહસ્થે સ્થાપેલી પિકવિક ક્લબને પાયામાં લઈ તે તેના પ્રમુખ અને સ્થાપક મિ૰પિકવિક સાથે ક્લબના બીજા ત્રણ સભ્યાને જેમાંના એક પેાતાને કવિ કહેવરાવે છે, બીજો મરદાની રમતગમતના શાખાન કહેવરાવે છે અને ત્રીજો કેવળ સ્ત્રી-દાક્ષિણ્ય ધરાવે છે તેમને લેખક પત્ર-પ્રવાસે માકલે છે. અર્થાત્ પોતાને ખર્ચે પ્રવાસે નીકળનારા એ ચાર માનદ સભ્યો પ્રવાસ દરમ્યાન પોતે જે અનુભવે - માંથી પસાર થાય, જે નિરીક્ષણ કરે, જે વ્યક્તિના પરિચયમાં આવે તથા જે ‘સંશાધના' કરે, તે બધાં પેાતાની ક્લબને પત્રા મારફત પહેાંચાડે, અને ક્લબ તેમની સહર્ષ નોંધ લે અને રાખે.
એ પ્રવાસી મારફત ડિકન્સ પોતાના આખા સમાજની સ્ત્રી-પુરુષા, તવંગર-ગરીબા, માલિક-નાકરા, કાયદો અને ન્યાયના સંરક્ષક તથા વિતરક ગણાતા પોલીસ-ન્યાયાધીશ-વકીલ-ગુમાસ્તા, પ્રજાની શારીરિક સંભાળ રાખનારા કહેવાતા દાક્તરા, પ્રજાના આધ્યાત્મિક રખેવાળા ગણાતા ધર્માચાર્યાં, લેાકશાહીના પ્રાણુરૂપ ગણાતી ચૂંટણીઓ, વિજ્ઞાનીઓનાં સંશાધના અને અભ્યાસ લો, મંડળા અને તેમની કામગીરીએ એ બધાં ઉપર પેાતાની હાસ્યકટારી ચલાવે છે. કાઈ વર્ગ કે વ્યક્તિ એની ઉગામેલી કલમમાંથી બચી શકતાં નથી. આવી રીતે પોતાના સમાજની ઊણપ અને દૂષણા ઉધાડાં પાડવાં અને તે માત્ર ટીકાખાર બનવા નહિ, પશુ લેાકાને એ બધાંમાંથી નીકળી જવા માટે માર્ગ કરી આપવા એ જેવા તેવા કસબનું કામ નથી. આપણે પણ અત્યારે કહેવાતી લાશાહી હેઠળ વીએ છીએ તથા
७
-
-
-
-