________________
પિકનિક કલબ માટે તેને તેડાવ્યો છે. એટલે હવે તમારાથી આ બાબતમાં કશું થઈ ન શકે, ડોક્ટર !”
પછી તેણે મિ. પિકવિક તરફ ફરીને કહ્યું, “તમને કંઈક કઢંગી પરિસ્થિતિમાં મૂકવા બદલ દિલગીર છીએ, પરંતુ મને એમ સૂચના કરવાનું મન થાય છે કે, આવું ભવિષ્યમાં ફરીથી ન બને તે માટે તમારે તમારા સાથીઓની પસંદગી કંઈક વધુ કાળજીથી કરવી જોઈએ.” એટલું કહી તે લાંબી ફલંગે કમરામાંથી બહાર ચાલ્યો ગયો.
પણ પેલે કેપ-સ્કૂલવાળે પેલા તરફ ફરીને બોલ્યા વિના ન રહ્યો કે, “હું જે ડોક્ટર સ્લેમર ન હોત, તો તમારું તથા તમારી મંડળીના આ બધાનું નાક આમળ્યા વિના ન રહ્યો હેત.” આટલું કહી, તે ડો. સ્લેમરને સાથે લઈ બહાર ચાલ્યો ગયો.
મિ. પિકવિક ગુસ્સાથી ફાટ ફાટ થતા શરીરે અને કપડાંએ એકદમ એ લેકની પાછળ દોડવા અને વચ્ચે બંધ બારણું ન આવ્યું હત, તે સીધું પેલા કૅપ-ટૂલવાળાનું ગળું જ તેમણે પકડયું હેત; પણ મિ. ડગ્રાસે તેમના કેટની પૂંછડી પકડીને તેમને ખેંચી રાખ્યા; તથા મિ. વિંકલ તથા મિ. ટ૫મને પોતાના નેતાને તેમની કીમતી જિંદગી આવી તુચ્છ બાબત માટે જોખમમાં નાખતા રોકવા ભાવભરી અપીલ કરી.
છેવટે બધાએ મળી મિ. પિકવિકને ખુરશીમાં પાછો બેસાડી દીધા. પેલા કાચગાડીવાળા સાથીદારે તરત બ્રાન્ડી અને પાણીને પ્યાલે તેમની સમક્ષ ધરી દીધો - “જવા દો એ લેકને – બ્રાન્ડી અને પાણું – ખરા બહાદુર માણસ –પી જાઓ – ફક્કડ પીણું છે – ખૂબ”
એ પાલાએ તરત જ મિ. પિકવિકના ઉપર અસર કરવા માંડી, અને છેવટે હઠ આખા પહેળા થાય તેવું લાંબુ હાસ્ય હસી, સમજુ માણસની પેઠે તે માથું ધુણાવવા લાગ્યા.