SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ પિકવિક ક્લબ છે.” પિકવિક બેલી ઊઠયા. અને ફરી પાછા બંને ડોસાઓ પૂરી પાંચ મિનિટ સુધી હસ્તધૂનન કરતા રહ્યા. ૫૩ “સૌ સારું, જેનું છેવટ સારું...” જીવનયાત્રામાં જેમ જેમ માણસે આગળ વધતા જાય છે, તેમ તેમ તેમને અનેક સગાં-સંબંધી સાંપડતાં જાય છે. પરંતુ કુદરતી ક્રમમાં જ તેમને તેમનાથી છૂટા પણ પડવું પડે છે, અને કેટલાંકની બાબતમાં તે અધવચ પણ પહોંચતા પહેલાં! લેખકની બાબતમાંય પિતાનાં પ્રિય બની ગયેલાં પાત્રોથી સર્જનકળાના ક્રમમાં જ છૂટા પડવાનું આવે છે, અને કેટલાકની બાબતમાં તે અધવચ પણ પહોંચતા પહેલાં. - આ કમમાં લેખકને હવે કેટલાંય પ્રિય પાત્રોથી વિદાય લેવાની કે વિદાય આપવાની વેળા આવી પહોંચી છે. પિકવિક કલબના સંસ્થાપક મિ. પિકવિકે પોતે જ પોતાની કલબના સભ્યોને લખી જણાવ્યું છે કે, હવે પિકવિક-બને સમેટી લેવામાં આવે છે. મિ. પિકવિક પ્રવાસમાં હતા તે દરમ્યાન કલબના સભ્યોમાં અંદર-અંદરના જ કેટલાય વિખવાદે એવા ઊભા થયા હતા કે તેમની વચ્ચે મળવા બોલવાનો વ્યવહાર જ રહ્યો ન હતો. મિ. પિકવિકની પોતાની શરૂઆતની જિંદગી ધંધા-રોજગારમાં ચુસ્તપણે અટવાઈ રહી હોવાથી બહુ ફૂલીફાલી ન હતી; પણ હવે જીવનના પાછલા પહોરે પ્રવાસ દરમ્યાન તથા બીજી રીતે જે નવા અનુભવોમાંથી તેમને પસાર થવું પડયું હતું, તેને કારણે તેમના અંતરમાં કેટલાય અવનવા ફણગા ફૂટવા માંડ્યા હતા. તે બધાને બાજુએ બેસી નિરાંતે વાગેળવાની અને પિતાના અંતરને વધુ મોકળું થવા દેવાની જરૂર તેમને લાગવા માંડી હતી.
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy